- ચુંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ
- ઈવીએમ મશીન બુથ પર પહોંચાડવાની કામગીરી શરુ
- ૪૧૨ મતદાન મથકો પર મશીન પહોંચાડવા કવાયત
મોરબી: મંગળવારે પેટા ચૂંટણી યોજાનાર છે. ત્યારે મોરબીના ઘૂટું નજીકની પોલીટેકનીક કોલેજ ખાતેથી આજે ઈવીએમ મશીન ડીસ્પેચ શરુ કરવામાં આવ્યા હતા. જે ત્રણ તબક્કે કરાયા હતા, કારણ કે ભીડ એકત્ર ના થાય. તે ઉપરાંત ચૂંટણી અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મતદાન મથકો પર 2200નો પોલીંગ સ્ટાફ ઉપરાંત 900 આરોગ્યનો સ્ટાફ તૈનાત રહેશે અને મતદાન મથકો પર કુલ 4000 નો સ્ટાફ ફરજ પર તૈનાત રહેશે.
કોરોના મહામારી વચ્ચે ચૂંટણી યોજાઈ