આ પદયાત્રા રેલી સ્વરૂપે મોરબી નવા બસસ્ટેન્ડથી લઈને ગાંધી ચોક બાપા સીતારામ ચોકથી સરદારની પ્રતિમા પહોંચી હતી. “ઘરે ઘરે સ્વચ્છતા”, “ હું પણ સ્વચ્છતા રાખીશ”, “મોરબી શહેર ઉદ્યોગમાં નં-1 અને સ્વચ્છતામા....?”, “સ્વચ્છ મોરબી મારૂ મોરબી”,”વ્રુક્ષ વાવો એક ફાયદા મેળવો અનેક”ના નારા સાથે લોકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.
મોરબીમાં પર્યાવરણ દિવસ નિમિતે સ્વચ્છતા પદયાત્રા યોજાઈ - rally
મોરબી: વિશ્વ પર્યાવરણ દિવસે મોરબી સ્વચ્છતા અભિયાન સમિતી દ્વારા એક અનોખી “ સ્વચ્છતા પદયાત્રા“નું આયોજન કરવામા આવ્યું હતું. આ પદયાત્રામાં સાંસદ મોહન કુંડારીયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, નગરપાલિકાના ચીફ ઓફિસર, કાઉન્સેલર કે.પી.ભાગીયા, સિરામિક એસોસિયેશનના પ્રમુખ નિલેષ જેતપરિયા, મુકેશ ઉધરેજા, કિશોર ભાલોડીયા, કિરીટ પટેલ, ઉદ્યોગપતિ જયંતિ ભૂત જેવા અનેક મહાનુભાવો હાજર રહ્યાં હતા.
મોરબીમાં પર્યાવરણ દિવસ નિમિતે સ્વચ્છતા પદયાત્રા યોજાઈ
જેમાં વડીલો, મહિલાઓ અને બાળકો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ મોરબી સ્વચ્છતા અભિયાનને ઘરે ઘરે, જન જન સુધી, સોસાયટી સોસાયટી સુધી લઇ જવાનું છે એવા જાહેરમાં સંકલ્પ લીધા હતા. મોરબી શહેરને સ્વચ્છ બનાવવા માટે લોકો પાસેથી સૂચનો અને પ્રશ્નો લઈને સાંસદસભ્ય, ધારાસભ્ય, નગર સેવક અને નગરપાલિકાના ચીફ ઓફિસરને ડ્રાફટ તૈયાર કરીને આપ્યો હતો.