- ચૂંટણી પૂર્વે LCB ટીમે લાખો રૂપિયાનો દારૂ ઝડપ્યો
- સિરામિક રો-મટીરીયલની આડમાં લઇ જવામાં આવતો હતો દારૂ
- કટિંગ થાય તે પહેલા પોલીસે છાપો માર્યો
મોરબી:LCB ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન LCB ટીમે બાતમીને આધારે ટંકારાના મેઘપર ઝાલા ગામથી બંગાવડી જવાના કાચા રસ્તેથી પસાર થતા ટ્રકને આંતરી તેની તપાસ કરી હતી. જેમાં સિરામિક રો-મટીરીયલ્સ નીચે છુપાવી રાખેલા ઈંગ્લીશ દારૂની વિવિધ બ્રાંડની કુલ 1880 બોટલ પકડી પાડી હતી. જેની કિંમત રૂપિયા 5,64,000 છે. પોલીસે દારૂ, મોબાઈલ અને ટ્રક સહીત રૂ 15,69,000ની કિમતનો મુદામાલ જપ્ત કરી આરોપી સંતકુમાર રામુરામ બિશ્નોઈને ઝડપી લીધો હતો.
ત્રણ સખ્સોના નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી