ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી શહેરમાં PGVCLનું ચેકિંગ, 10.50 લાખની વીજ ચોરી ઝડપાઈ - Checking of PGVCL in Morbi power theft

મોરબીમાં PGVCL દ્વારા ચેકિંગ હાથ ધરવામાં (Electricity theft in Morbi) આવ્યું હતું. જેમાં 10.50 લાખની વીજ ચોરી ઝડપાઈ હતી. એક જગ્યા પર સીટી બસના કોન્ટ્રાક્ટરને દોઢ લાખથી વધુનો દંડ PGVCLના અધિકારી કર્યો છે. (Morbi PGVCL Checking)

મોરબી શહેરમાં PGVCLનું ચેકિંગ, 10.50 લાખની વીજ ચોરી ઝડપાઈ
મોરબી શહેરમાં PGVCLનું ચેકિંગ, 10.50 લાખની વીજ ચોરી ઝડપાઈ

By

Published : Dec 24, 2022, 8:23 PM IST

મોરબી : PGVCLની જુદી જુદી ટીમો દ્વારા મોરબી શહેરમાં ચેકિંગ હાથ (Morbi PGVCL Checking) ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ 38 સ્થળેથી 10.50 લાખની વીજ ચોરી ઝડપાઈ હતી. ગાંધીચોકમાં વિજપોલ પરથી ડાયરેક્ટ કનેક્શન લઈને વીજ ચોરી કરવામાં આવી રહી હતી. જેથી તેને દોઢ લાખનો દંડ કર્યો છે. (Electricity theft in Morbi)

આ પણ વાંચોજામનગર PGVCLનું ખંભાળિયામાં વીજ ચેકિંગ, 47 કનેકશનોમાં વીજ ચોરી પકડાઇ

38 કનેકશનોમાં વીજ ચોરી ઝડપાઈ મોરબી PGVCLની જુદી જુદી ટીમો દ્વારા મોરબીમાં વીસીપરા, કાલિકા પ્લોટ, જોન્સનગર સાહિતના વિસ્તાર તેમજ ઘુંટુ રોડ ઉપર ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતું, ત્યારે 380 સ્થળો પર વીજ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 38 કનેક્શનમાં ચોરી સામે આવતા તેને 10.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. (Checking of PGVCL in Morbi power theft)

આ પણ વાંચોજામનગરમાં PGVCL દ્વારા સતત બીજા દિવસે રેડ કરાઈ

21 ટીમો ચેકીંગમાં જોડાઈ હતી તો મોરબી પાલિકાએ સીટી બસનો કોન્ટ્રાક્ટર છે, તે પાર્ટી દ્વારા ગાંધીચોકના પાર્કિંગમાં કોઈપણ પ્રકારનું મીટર લીધા વગર કન્ટેનરમા ઓફિસ શરૂ કરવામાં આવી હતી. તેમજ વિજપોલ પરથી સુધી જ કનેક્શન લઈ લેવામાં આવ્યું હતું. જેથી વીજ ચોરી કરવામાં આવી રહી હોવાથી સીટી બસના કોન્ટ્રાક્ટરને દોઢ લાખથી વધુનો દંડ PGVCLના અધિકારી કર્યો છે. તેમજ આ ચેકિંગમાં મોરબી PGVCL સર્કલની 21 ટીમો જોડાઈ હતી.(Electricity checking of PGVCL in Morbi)

ABOUT THE AUTHOR

...view details