ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના માનવીઓનું મન માન્યું ઇલેક્ટ્રિક વાહનો પર, જૂઓ કેટલો છે ક્રેઝ - ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનો

રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો સામે આવી રહ્યો છે. ત્યારે મોરબીમાં પણ 2021 કરતાં 2022માં નવ ગણા ઇલેક્ટ્રિક વાહનો નોંધાયા હોવાનું સામે આવ્યું છે. (Electric Vehicles Sale in Morbi)

મોરબીના માનવીઓનું મન માન્યું ઇલેક્ટ્રિક વાહનો પર, જૂઓ કેટલો છે ક્રેઝ
મોરબીના માનવીઓનું મન માન્યું ઇલેક્ટ્રિક વાહનો પર, જૂઓ કેટલો છે ક્રેઝ

By

Published : Jan 12, 2023, 10:13 PM IST

મોરબીમાં ઇલેક્ટ્રિક વાહનોનો કેવો અને કેટલો છે ક્રેઝ

મોરબી : ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આગામી બે વર્ષમાં 1 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનો માર્ગો પર દોડતા થાય એ માટે ગુજરાત સરકાર ખાસ વાહન વ્યવહારની નીતિમાં ફેરફાર કરવાની દિશામાં સક્રિય બની છે. એટલું જ નહીં, ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ માટે પ્રોત્સાહક નીતિઓ પણ શરુ કરવામાં આવી છે ત્યારે મોરબીની જનતામાં ઈલેક્ટ્રિક વાહનોને લઈને કેવો અને કેટલો ક્રેઝ છે જાણો.

આ પણ વાંચોવાહન વેચાણમાં સુરત અવ્વલ, એક વર્ષમાં 12000 વધુ ગાડી છૂટી

2022માં નવ ગણો વધારોRTOના અધિકારી રોહિત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રિક વાહનોની વાત કરવામાં આવે તો ઇલેક્ટ્રિક વાહનો 2021ની અંદર 64 જેટલા વાહનોનો નોંધાયા હતા. જ્યારે 2022માં 569 એટલે કે નવ ગણો વધારો થયેલો જોવા મળ્યો છે. તેનો અર્થ એ છે કે હાલની જનરેશન ઈલેક્ટ્રીક વાહનો પર વધુ ભાર આપે છે. ઈલેક્ટ્રીક વાહનોથી પર્યાવરણનું પણ રક્ષણ થાય છે અને તેના ઉપયોગ માટે સરકાર દ્વારા સબસીડી પણ પ્રદાન કરવામાં આવે છે તેવું RTOના અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચોભારતમાં ઈલેક્ટ્રિક વાહનોનો પ્રવેશ અને પડકારો

સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે વધુમાં રોહિત પ્રજાપતિએ કહ્યું હતું કે, સબસિડીમાં ટુ વ્હીલરની વાત કરીએ તો તેમાં રૂપિયા 20,000 સુધીની મર્યાદામાં સબસીડી આપવામાં આવે છે. આ ઉપરાંત ફોરવીલની વાત કરીએ તો 1.5 લાખ રૂપિયા સુધીની મર્યાદામાં સબસીડી સરકાર દ્વારા આપવામાં આવે છે. આ સહાય મેળવવા માટેની પ્રક્રિયાની વાત કરીએ તો વાહનનું રજીસ્ટ્રેશન થઈ જાય એ બાદ ઈ-અમ્રિત નામની વેબસાઇટ પર ઓનલાઇન એપ્લિકેશન કરવાની હોય છે.

સબસીડી માટે ધક્કા ખાવાની જરૂર નથી વેબસાઈટ પર ઓનલાઇનમાં તમામ પ્રકારની વિગતો ફીલ કરવાની તેમજ પાસબુકની નકલ અપલોડ કરવામાં આવે છે. એ બાદ RTO કક્ષાએ તેને ઓનલાઈન જ વેરિફિકેશન મળી જાય છે અને આ એપ્લિકેશનને અપરું કરી દેવામાં આવે છે. જેથી અરજદારે સબસીડી મેળવવા માટે ઓફિસે ધક્કા ખાવાની પણ જરૂર નથી તેવું RTOના અધિકારી રોહિત પ્રજાપતિએ જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ ડીઝલના મોંધાભાવને લઈને લોકો હવે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે. ત્યારે તેવું માની શકાય છે કે, વર્ષે 2023માં ડબલ ઇલેક્ટ્રીક વાહનો વેચાણ થશે.

ABOUT THE AUTHOR

...view details