મોરબી: જિલ્લામાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. જેમાં બુધવારે કોરોનાના વધુ આઠ કેસ નોંધાયા છે, તો એક દર્દીનું કોરોનાના કારણે મોત થયું છે. જેથી મૃત્યુઆંક કુલ 20 પર પહોંચ્યો છે.
મોરબી જિલ્લામાં કોરોનાના વધુ આઠ કેસ નોંધાયા, એકનું મોત - મોરબીમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા
મોરબીમાં બુધવારે કોરોનાના આઠ કેસ નોંધાયા છે. જ્યારે એક દર્દીનું કોરોનાને કારણે મોત થયું છે.
મોરબી, ટંકારા અને હળવદમાં આઠ કેસ નોંધાયા છે. જેમાં ટંકારાના નસીતપર ગામે 37 વર્ષના પુરુષ, મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતા 33 વર્ષના પુરુષ, હળવદના ખારીવાડના 59 વર્ષના પુરુષ, મોરબીના હરિહરનગર, રવાપર રોડના રહેવાસી 38 વર્ષના પુરુષ, પંચાસર રોડ રોલા રાતડીની વાડીના 38 વર્ષના પુરુષ, મોરબી દર્શન હોસ્પિટલમાં 66 વર્ષની મહિલા, મોરબીના શનાળા રોડ શક્તિ પ્લોટના 66 વર્ષના પુરુષ અને હળવદના માનસર ગામના 57 વર્ષની મહિલા એમ આઠના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
મોરબી જિલ્લામાં વધુ આઠ કેસો સાથે કોરોના આંક કુલ 265 પર પહોંચ્યો છે. જેમાં 93 સક્રિય કેસ અને 152 દર્દીઓ સ્વસ્થ થયા છે.