- 20 થી ઓછી સંખ્યા ધરાવતી શાળાને મર્જ કરવા શિક્ષણાધિકારીનો આદેશ
- 61 શાળાઓના વર્ગો મર્જ કરવાની કામગીરી શરુ
- વિદ્યાર્થી અને શિક્ષકોના હિતમાં હાથ ધરાઇ કામગીરી
મોરબી : જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ.સોલંકીએ કરેલ આદેશ મુજબ ધોરણ 1 થી 6 ચાલુ હોય તેવી શાળાઓ પૈકી જે શાળાઓમાં ધોરણ 6 માં વિદ્યાર્થીઓની સંખ્યા 20 થી ઓછી હોય તે શાળાઓમાં ધોરણ 6 નો વર્ગ બંધ કરવાનો રહેશે. જે શાળાઓમાં ધોરણ 6 માં વિદ્યાર્થીઓની સંખ્યા 20 થી વધુ હોય તે શાળાઓમાં ધોરણ 7 અને 8 ના ક્રમિક વર્ગો શરુ કરવાના રહેશે. તેમજ ધોરણ 1 થી 7 ચાલુ હોય તેવી શાળાઓ પૈકી જે શાળાઓમાં ધોરણ 6 અને 7 માં વિદ્યાર્થીઓની સંખ્યા 20 થી ઓછી હોય તેવી શાળાઓના ધોરણ 6 અને 7 ના વર્ગો બંધ કરવાના રહેશે.
શાળાનું શિક્ષણ કાર્ય સારી રીતે ચાલે અને વિધાર્થીઓને પણ સારા શિક્ષકોનો લાભ મળે
આ ઉપરાંત ધોરણ 6 અને 7 માં 20 થી વધુ વિદ્યાર્થીઓ હોય તેવી શાળાઓમાં ધોરણ 8 ના ક્રમિક વર્ગ શરુ કરવાના રહેશે. તેમજ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય તેવા ધોરણ 6 અને 7 ના વિદ્યાર્થીઓને વધુ શિક્ષક, વિષય શિક્ષકવાળી, વધુ સુવિધાવાળી અને શૈક્ષણિક રીતે વિશાલ ફલક પર અભ્યાસ કરવાનો અવસર મળે તેવી શાળામાં સમાવેશ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લાના પાંચ તાલુકાની મળીને કુલ 61 શાળાઓના વર્ગો અને શાળાઓ મર્જ કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે
શાળા મર્જ કરવા અંગે જરૂરી સુચનો