મોરબીઃ હાલ કોરોના લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે જેલમાં બંધ રહેલા કેદીઓને તેના સગા સંબંધીઓ સાથે મુલાકાત આપી સકાય તેમ ન હોવાથી ઈ-મુલાકાતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
કોરોના લોકડાઉન વચ્ચે મોરબી સબ જેલમાં ઈ-મુલાકાતની સુવિધા મોરબી સબ જેલના જેલર એલ. વી. પરમારની યાદીમાં જણાવ્યું છે કે, જેલમાં રહેલા બંદીવાનોની તેના સગા સંબંધી સાથે વીડિયો કોલ મારફત વાતચીત કરવાના હેતુસર ઈ-મુલાકાત શરુ કરવામાં આવી છે. જેના માટે મુલાકાતીએ eprisons.nic.in /public /my visitregistration.aspx પર ક્લિક કરવાનું રહેશે.
ઓપન વિન્ડોમાં વિઝીટર ડીટેલમાં જઈને કેદી/આરોપીની મુલાકાત લેવા માંગે છે. તેનું નામ તથા ટૂ મીટમાં જઈ જેલમાં રહેલા કેદીના નામનું ફોર્મ ભરવાનું રહેશે અને સબમિટ બટન ક્લિક કરી ઈ-મેલ અથવા મોબાઈલ નંબર પર ઓટીપી આવે તે નાખવાનો રહેશે. બાદમાં જેલ દ્વારા સામેથી તારીખને સમય મેસેજ અથવા ઈ-મેલ દ્વારા જાણ કરવામાં આવશે.
મુલાકાતીઓએ મોબાઈલમાં વીડિયો એપ્લીકેશન ઇન્સ્ટોલ કરી વીડિયો કોલ કરીને સગા સંબંધી કેદીઓ સાથે ઈ-મુલાકાત કરી શકશે.