મોરબી જીલ્લામાં પેટ્રોલિગમાં દરમિયાન બાતમીને આધારે તબીબ અધિકારી સાથે મળી જીલ્લા પોલીસે વાંકાનેરના ઢુવા નજીક શક્તિ ચેમ્બરના માનવ ક્લિનિક નામના દવાખાનામાં તપાસ કરતા દિલીપ પરસાણીયા નામના વ્યકિતની ધરપકડ કરી હતી. દિલીપ ડીગ્રી વગર દવાખાનું ચલાવી દર્દીઓને દવા આપતો હતો આ કામમાં તેની સાથે કિર્તીભાઈ ડોડીયા કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો. આ બંન્ને કોઇ પણ જાતની ડિગ્રી વગર મેડીકલ પ્રેક્ટીસ કરતા હતા અને દર્દીઓને દવા આપતા હતા.
વાંકાનેરના ઢુવા નજીકથી બોગસ ડોક્ટર અને કમ્પાઉન્ડર ઝડપાયા - Duplicate doctor in morabi
વાંકાનેર: મોરબી જીલ્લામાં જાણે બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ દ્વારા પણ બોગસ તબીબોને ઝડપી લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, SOG ટીમે ઢુવા ચોકડી નજીક માટેલ રોડ પર ડીગ્રી વિના દવાખાનું ચલાવતા બોગસ તબીબ અને કમ્પાઉન્ડરને ઝડપી લઈને દવાનો જથ્થો જપ્ત કરાયો છે.
ડોક્ટર અને કમ્પાઉન્ડર
વધુ માહિતી મુજબ, SOG ટીમે દવાખાનામાં દવાનો જથ્થો તેમજ સાધનો સહીત કુલ 1,20,237ની કિમતનો મુદ્દામાલ જપ્ત કરી બંન્ને આરોપીઓની ધરપકડ કરી મેડીકલ પ્રેકટીશનર એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે .