મોરબીજિલ્લામાં વરસાદે ભારે કરી હતી. અહીં સતત 4 દિવસથી વરસાદી માહોલ જોવા (Heavy Rain in morbi) મળ્યો હતો. તેમ જ સવારથી સાંજ સુધી વરસાદી માહોલમાં જિલ્લાના 4 તાલુકામાં અડધાથી લઈને સવા ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.
ડેમ ઓવરફ્લૉ થવાની તૈયારીમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે (Heavy Rain in morbi) વાંકાનેર પંથકની જીવાદોરી ગણાતા મચ્છુ 1 ડેમમાં પાણીની જંગી આવક (morbi machhu dam overflow) થઈ છે. તેનેા કારણે ડેમ 90.12 ટકા ભરાઈ ગયો છે અને હજી પણ પાણીની આવકના કારણે ડેમ ઓવરફ્લૉ થવાની તૈયારીમાં (morbi machhu dam overflow) હોવાનું જાણવા મળ્યું છે.
ડેમ 90 ટકા ભરાઈ જતા 24 ગામોને એલર્ટ કર્યામોરબી અને વાંકાનેર તાલુકાના 24 ગામોને એલર્ટ (Morbi villages on alert) આપવામાં આવ્યું છે. તેમાં વાંકાનેર તાલુકાના હોલમઢ, જાલસીકા, વાંકાનેર, મહિકા, કોઠી, ગારિયા, જોધપર, પાજ, રસિકગઢ, લુણસરિયા, કેરાળા, હસનપર, પંચાસર, વઘાસિયા, રાતિદેવળી, વાકિયા, રાણેકપર, પંચાસિયા, ઢૂવા અને ધમલપર, મોરબી તાલુકાના અદેપર, મકનસર, લખધીરનગર અને લીલાપર ગામને એલર્ટ (Morbi villages on alert) કરવામાં આવ્યા છે.
તંત્રની સુચનાતો નદીના પટમાં ન જવા અને ઢોર ઢાંકરને પણ નદીના પટમાં ન જવા દેવા માટે સૂચના આપવામાં (Morbi villages on alert) આવી છે.