ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં આજે કોરોના વેક્સીન અંગે ડ્રાય રનનું આયોજન કરાયું - coronavirus2020

કોરોનાની રસી આપતાં પહેલા મોરબીના તમામ તાલુકા અને શહેરી વિસ્તારમાં ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ડ્રાય રનના આયોજન અંગે જિલ્લા કલેકટર જે.બી. પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી.

મોરબીમાં કોરોના વેક્સીન અંગે ડ્રાય રનનું આયોજન કરાયું
મોરબીમાં કોરોના વેક્સીન અંગે ડ્રાય રનનું આયોજન કરાયું

By

Published : Jan 5, 2021, 7:28 AM IST

  • મોરબીમાં કોરોના વેક્સીન અંગે ડ્રાય રનનું આયોજન
  • કોરોના વેક્સીન આપવમાં સરળતા રહે તે માટે ડ્રાય રનનું આયોજન
  • વેક્સીન અંગે ડ્રાઈ રનમાં 25 જેટલા વ્યક્તિઓને બોલાવવામાં આવશે

મોરબી :રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીની સીધી દેખરેખ હેઠળ કોવીડ વેક્સીનેશન અંગેની કામગીરીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ત્યારે મોરબીમાં પણ વેક્સીનેશન કરવા અંગે જિલ્લા વહિવટી તંત્ર અને આરોગ્ય વિભાગે કમર કસી છે. રસીકરણની પૂર્વ તૈયારીના ભાગરૂપે મોરબી જિલ્લામાં મંગળવારના રોજ જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ તાલુકા અને શહેરી વિસ્તારમાં ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યુ છે.

કલેકટર કચેરી ખાતે મળેલ બેઠકમાં ડ્રાય રન બબાતે આયોજન કરાયું

ડ્રાય રનની તૈયારીના ભાગરૂપે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ મિટિંગમાં ડ્રાય રનની કામગીરી અંગે તમામ પાસાઓની વિગતે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કતીરાએ મંગળવારે યોજાનાર ડ્રાય રન અંગે વેક્સીનેશન ટીમ કઇ રીતે કામગીરી કરશે. તે અંગે માર્ગદર્શન આપી આ કામમાં કોઇપણ પ્રકારની ચૂક ન થાય તે જોવા તાલુકા આરોગ્ય અધિકારીઓને તાકીદ કરી હતી.

વેક્સીન અંગે ડ્રાઈ રનમાં 25 જેટલા લોકોને બોલાવવામાં આવશે

મોરબી જિલ્લામાં કોવીડ-૧૯ની વેક્સીનેશન અંગે આરોગ્ય વિભાગ દ્વારા પૂરતી તૈયારીઓ કરાઇ છે. ત્યારે આ તૈયારીઓમાં કોઇ ખામી ન રહે તે માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે મંગળવારે સવારે 9 થી 1 વાગ્યા સુધી ડ્રાય રનનું આયોજન કરાશે. જેમાં 25 જેટલા વ્યક્તિઓને બોલાવવામાં આવશે. વેક્સીન આપવાની ટીમમાં આરોગ્ય કર્મચારી ઉપરાંત પોલીસ, ફિમેલ હેલ્થ વર્કર્સ, આશા વર્કર્સને પણ કામગીરી સોંપવામાં આવશે. હેલ્થ વર્કરને કામગીરી સોંપતા પહેલા ટ્રેઇનીંગ પણ આપવામાં આવશે તેમ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી જે.એમ. કતીરાએ જણાવ્યું હતું.

કોરોના વેક્સીન આપવમાં સરળતા રહે તે માટે ડ્રાય રનનું આયોજન

કોરોના વેક્સિનનું આગમન થાય ત્યારે વેક્સિનેશનની કામગીરીમાં કોઇ અડચણ નડે નહીં તે આ ડ્રાય રન માટેનો હેતુ છે. સમગ્ર ડ્રાય રનના આયોજન માટે મળેલ બેઠકમાં કોરોનાની વેકસીન માટે આવતા દરેક લાભાર્થીઓની પ્રવેશ આપતા પહેલા હાથ સેનેટાઇઝ કરવા, લાભાર્થીઓ વચ્ચે 6 ફુટનું અંતર જાળવી રાખવુ, કોરોનાના લક્ષણ જણાય તો તેને પ્રવેશ ન આપવો તેમજ વેક્સીનનો ડોઝ આપ્યા બાદ 30 મિનીટ સુધી ઓબઝર્વેશન હેઠળ રાખી દર્દીને જો કોઇ તકલીફ થાય તો તરત જ મેડીકલ ઓફીસરનું ધ્યાન દોરવા અંગેની માહિતી આપવામાં આવી હતી.

ડ્રાય રન શા માટે?

આ ડ્રાય રન એક પ્રકારે મોકડ્રીલ છે. ડ્રાય રનના આયોજન બાદ વાસ્તવિક રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે.આ ડ્રાય રન દરમિયાન કોઈ રસીનો ઉપયોગ કરવામાં આવશે નહીં. ઉપરાંત સમગ્ર કાર્યવાહીનું કો-વિન એપ દ્વારા રીયલ-ટાઇમ મોનિટરિંગની પણ ચકાસણી કરશે. ડ્રાય રન દ્વારા રસીકરણ યોજના કેટલી અસરકારક બનાવવામાં આવી છે તેની પણ ચકાસણી કરવામાં આવશે.

ડ્રાય રન એટલે શું?

ડ્રાય રનની પ્રક્રિયા દરમિયાન વેક્સીન સિવાય રસીકરણ અભિયાનમાં જે ચાલી રહ્યું છે. તે બધું જ હશે. એટલે કે કોલ્ડ સ્ટોરેજથી લઇને રસીકરણ કેન્દ્ર, લાભાર્થી, રજિસ્ટ્રેશન, ઓબઝર્વેશનની પ્રક્રિયા સહિતની કામગીરીનું આયોજન. દરમિયાન સમગ્ર પ્રક્રિયાનું રીયલ-ટાઇમ મોનિટરિંગ પણ કરવામાં આવશે. એકંદરે, તેમાં મૂળ રસી સિવાય બધું જ હશે.



ABOUT THE AUTHOR

...view details