મોરબીના ટાઉન હૉલમાં યોજાયેલા ‘ગામડાની ગોરી’ નાટકમાં શહેરી અને ગ્રામ્ય સંસ્કૃતિ વચ્ચેનો ભેદ વર્ણવવામાં આવ્યો હતો. તેમજ શહેરના શિક્ષિત યુવાન સાથે ગામડાની ગોરીના વિવાહ બાદ જે ઘરસંસારમાં મુશ્કેલી સર્જાય અને સાથે જ શહેરી સંસ્કૃતિ અને દંભ પર કટાક્ષ પણ કરવામાં આવ્યો હતો. હાસ્યથી રસભર નાટકને ઉપસ્થીત લોકોએ માણ્યું હતું.
શહેરી અને ગ્રામ્ય સંસ્કૃતિ વચ્ચેનો ભેદ દર્શાવતા ‘ગામડાની ગોરી’ નાટકનું અહીં થયું પ્રદર્શન
મોરબીઃ શહેરમાં સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી શક્તિ કલા કેન્દ્ર દ્વારા જૂની રંગભૂમિનું ગામડાની ગોરીના દ્વિઅંકી નાટકનું આયોજન મોરબીના ટાઉન હોલમાં કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા S.P. ડૉ. કરણરાજ વાઘેલા, મહંત ભાવેશ્વરી બેન તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
mrb
આ નાટક અંગે આયોજક મનુબેન ગઢવીએ જણાવ્યું કે, ગામડાની દીકરી સાથે વિવાહ બાબતે શહેરી યુવાનો જે ઓરમાયું વર્તન દાખવે છે, તેની જાગૃતતા અંગે નાટક યોજવામાં આવ્યું હતું. આ સાથે જ નાટકમાં કોલેજીયન ગર્લનો રોલ ભજવનાર ગુજરાતી ફિલ્મ અભિનેત્રી રિયા સામાણીએ જણાવ્યું કે, રંગભૂમિના કલાકરોનું જીવન સંઘર્ષથી ભરપૂર હોય છે. નાટક અને સ્ટેજ કાર્યક્રમોને પગલે તેના અંગત જીવન પણ વ્યસ્તતાથી ભરપૂર હોય છે, છતાં રંગભૂમી નાટકોને જીવંત રાખવા કલાકારો સતત પ્રયાસ કરતા હોય છે.