ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના જીકીયારી ગામે ડબલ મર્ડર, યુવાને તેની માતા અને બહેનની કરી હત્યા

મોરબી જિલ્લાના જીકીયારી ગામે ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. ઘરમાં નજીવી બાબતે યુવાને તેની માતા અને બહેનની હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાયો છે. યુવાનના પિતરાઈ ભાઈએ મોટાબા અને બહેનની હત્યા મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તાલુકા પોલીસે ડબલ મર્ડરના બનાવની નોંધ કરી છે. તેમજ આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.

Double murder in the case of Gikiari village in Morbi
મોરબીના જીકીયારી ગામે ડબલ મર્ડર

By

Published : Nov 8, 2020, 5:34 PM IST

Updated : Nov 8, 2020, 7:13 PM IST

  • નજીવી બાબતએ માતા અને બહેનની કરી હત્યા
  • મોરબીના જીકીયારી ગામની ઘટના
  • આરોપીની પોલીસે કરી ધરપકડ

મોરબીઃ જિલ્લાના જીકીયારી નજીક ચકચાર મચાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં રાત્રીના સમયે રસોઈ બનાવવા મામલે માતા અને પુત્રી વચ્ચે ગજગ્રાહની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે યુવાને રસોઈ બનાવવાનું કહ્યા બાદ પણ બંનેમાંથી કોઈએ સરોઈ નહીં બનાવતા ગુસ્સે થયેલા યુવાને માતા અને બહેનને ધારિયાના ઘા ઝીંક્યા હતા. ઘટનામાં યુવાનની માતા અને બહેન બંન્નેના મોત થયા છે.

મોરબીના જીકીયારી ગામે ડબલ મર્ડર

નજીવી બાબતે ડબલ મર્ડરની ઘટના

ચકચાર મચાવનારા બનાવની વાત કરવામાં આવે તો, રાત્રીના સમયે રસોઈ બનાવવા મામલે માતા અને પુત્રી વચ્ચે ગજગ્રાહની સ્થિતિ સર્જાઈ હતી. તેમજ યુવાને રસોઈ બનાવવાનું કહ્યા બાદ પણ માતા અને પુત્રી 2 માંથી કોઈ ટસની મસ ન થવાથી યુવક ગુસ્સે થયો હતો. યુવાનનો ગુસ્સો કાબુમાં ન રહેતા માતા અને બહેન પર ગળાના ભાગે ધારિયાના ઘા ઝીક્યા હતા. આથી માતા અને બહેન બંન્નેનું કરુણ મોત થયુ છે.

યુવાને કરી માતા-બહેનની હત્યા

કસ્તુરી ભાટિયા અને તેની પુત્રી સંગીતા વચ્ચે રસોઈ બનાવવા મામલે ઝઘડો થયો હતો. આ નજીવી બાબતને લીધે થયેલા ઝઘડાથી માતા પુત્રીએ જીવ ગુમાવ્યો છે. તેમજ રસોઈનું કહ્યા બાદ પણ માતા અથવા બહેને રસોઈ ન બનાવવાથી યુવાન રોષે ભરાઈ માતા અને બહેનનો હત્યારો થઈ ગયો.

પોલીસે કરી યુવાનની ધરપકડ

આ બનાવ મામલે મુકેશ ભાટિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેના મોટાબાપુના પુત્ર દેવશી ભાટિયાએ તેમની માતા અને બહેનને રાત્રીના રસોઈ બાબતે બોલાચાલી થતા ઉશ્કેરાઈ જઈને ધારિયાના ઘા ઝીંકી હત્યા કરી હતી. તાલુકા પોલીસે ડબલ મર્ડરના બનાવની નોંધ કરી હતી. હાલ આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

Last Updated : Nov 8, 2020, 7:13 PM IST

ABOUT THE AUTHOR

...view details