- કોરોના વોરિયર્સનું જિલ્લા ભાજપે સન્માન કર્યુંં
- સરકારના 7 વર્ષ પૂર્ણ થતા વિવિધ સેવાકીય કાર્યક્રમો
- રવાપર આરોગ્ય કેન્દ્રમાં સેવા આપતા ડૉક્ટર સહિતના સ્ટાફનું સન્માન
મોરબીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 7 વર્ષ પૂર્ણ થયા તે નિમિતે ‘સેવા હી સંગઠન’ અંતર્ગત મોરબી તાલુકા ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્ય કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબીના રવાપર ગામ ખાતે રવાપર આરોગ્ય કેન્દ્રમાં સેવા આપતા આરોગ્ય અધિકારીઓનું મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મેડિકલ ઓફિસર જાગૃતિ ગાંભવા, આયુષ મેડિકલ ઓફિસર ડૉ.જયેશ રામાવત, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર પટેલ પ્રજ્ઞેશ, FHW વકાલીયા સલોમી, MPHW બસિયા ભાવેશ, MPHS રાંકજા દિનેશભાઈ અને FHS ઝાલા ગુણવતબાનું જિલ્લા ભાજપ ટીમના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ મોદી સરકારના 7 વર્ષ બેમિસાલ, દમણ ભાજપના રક્તદાન કેમ્પમાં માત્ર 4 યુનિટ રક્ત એકત્ર થયું