ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં 75 પ્રજ્ઞાચક્ષુઓએ એક દિવસીય જૂનાગઢ પ્રવાસની મોજ માણી

મોરબીઃ લક્ષ્મીનગર સ્થિત પ્રજ્ઞાચક્ષુ સંસ્થામાં વસતા પ્રજ્ઞાચક્ષુઓ માટે કે.કે ટ્રાવેલ્સ દ્વારા એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રવાસમાં પ્રજ્ઞાચક્ષુઓને કોઈ અગવડતા ના પડે તેની પુરતી તકેદારી રાખીને સુંદર આયોજન કરવામાં આવ્યુ હતું.

મોરબીમાં 75 પ્રજ્ઞાચક્ષુઓએ એક દિવસીય જુનાગઢ પ્રવાસની મોજ માણી

By

Published : Jul 19, 2019, 8:09 AM IST

મોરબીના લક્ષ્મીનગર પ્રજ્ઞાચક્ષુ સંસ્થા ખાતેથી કે.કે. ટ્રાવેલ્સની બસે પ્રવાસની શરૂઆત કરી હતી. જેનો પ્રથમ પડાવ રતનપર રામજી મંદિર હતો. આ પ્રવાસના આયોજક પ્રદીપભાઈ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓને કોઈ અગવડતા ના પડે તેની પુરતી તકેદારી રાખીને પ્રજ્ઞાચક્ષુ ભાઈ-બહેનોને ચા નાસ્તો તેમજ ભોજન માટે રસોઈયાની વ્યવસ્થા રાખીવામાં આવી હતી. તેમજ જૂનાગઢ પહોંચી રીક્ષાઓ દ્વારા અંધ ભાઈ-બહેનોને ઉપરકોટની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. આ સાથે જ પ્રવિણભાઈ ગાઈડ તરફથી જૂનાગઢના ઈતિહાસ સાથે ભાઈ-બહેનોને અવગત કરાવામાં આવ્યા હતા. આ બાદ પ્રવાસ દામોકુંડ તરફ આગળ વધ્યો હતો. દામોકુંડમાં અંધ ભાઈ-બહેનોએ હાથ-પગ ઝબોડી આનંદની અનુભૂતિ કરી હતી. જે બાદ જીત પુરોહિત દ્વારા નરસિંહ મહેતાના ઇતિહાસ વિશે માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ ભવનાથ મહાદેવના દર્શન કરવામાં આવ્યા હતા.

આખરે આ પ્રવાસ ખોડલ ધામ મુકામે પહોંચ્યો હતો જ્યાં માં ખોડલના દર્શન કરી નેત્રહીન ભાઈ-બહેનોએ ધન્યતા અનુભવી હતી. પ્રવાસના અંતિમ પડાવે લજાઈ પાસે આવેલા જોગ આશ્રમ ખાતે પણ મુલાકાત લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રદીપભાઈના પુત્રવધુ ભાવિશાબેનના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આ પ્રવાસનું આયોજન કરવમાં આવ્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details