ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણ હટાવાયું - RaviMotwani

મોરબીઃ જિલ્લાના મકનસર ગામે આવેલા પ્રેમજીનગર વિસ્તારમાં સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું. જે મામલતદાર અને ટીડીઓની ટીમે પોલીસને સાથે રાખી દબાણ દૂર કર્યું હતું.

mrb

By

Published : May 29, 2019, 4:58 PM IST

મોરબીના મકનસર ગામના પ્રેમજીનગર વિસ્તારમાં સરકારી જમીન પર દબાણ થયાનું માહિતી મળતાં વહીવટી તંત્ર દોડતું થયું હતું. જેમાં મોટી વાવડી ગામેથી હિજરત કરી આવતા લોકોને કલેક્ટર દ્વારા ત્રણ એકર સરકારી જમીન ફાડવવામાં આવી હતી. તે જમીન પર અમુક તત્વોએ પેશકદમી કરી જમીન પર પાંચ મકાનો એક ગેરેજ સહિતનું દબાણ કરવામાં આવ્યું હતું.

તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરાયું

ત્યારે ડેપ્યુટી કલેક્ટર અનિલ ગોસ્વામી અને ટીડીઓ ગોહિલ સહિતની ટીમે તે દબાણ દૂર કરી અને સરકારી જમીનને ખુલ્લી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details