ગુજરાત

gujarat

ETV Bharat / state

Congress protest: પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરતાં મોરબી કોંગ્રેસના 16 કાર્યકરોની અટકાયત - અટકાયત

સમગ્ર ગુજરાતભરમાં આજે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને Congress દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરો પણ પેટ્રોલપંપ સુધી પહોચ્યા હતાં અને બાદમાં તેમની અટકાયત કરવામાં આવી હતી.

Congress protest: પેટ્રોલ ડીઝલ ભાવ વધારાનો વિરોધ કરતાં મોરબી કોંગ્રેસના 16 કાર્યકરોની અટકાયત
Congress protest: પેટ્રોલ ડીઝલ ભાવ વધારાનો વિરોધ કરતાં મોરબી કોંગ્રેસના 16 કાર્યકરોની અટકાયત

By

Published : Jun 11, 2021, 3:03 PM IST

Updated : Jun 11, 2021, 3:24 PM IST

  • રેલી અને બેનરો સાથે મંજૂરી વગર કોંગ્રેસે કર્યો Protest
  • પેટ્રોલપંપ નજીક પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી
  • ધારાસભ્ય લલિત કગથરા સહિત 16 કોંગ્રેસી કાર્યકરોને ડીટેઈન


મોરબીઃ પેટ્રોલ-ડીઝલના દિવસેને દિવસે વધી રહેલા ભાવ પરેશાન કરી રહ્યાં હોઇ દરેક નાગરિક પરેશાન છે, ત્યારે આજે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રદેશ અધ્યક્ષની સૂચના મુજબ પેટ્રોલ – ડીઝલના ભાવ વધારાનો વિરોધ (Congress protest) કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ આણંદમાં પેટ્રોલના ભાવ વધારા સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

વહીવટીતંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી

પ્રવર્તમાન કોરોના ગાઇડલાઇનનો લઇ (Congress protest) કાર્યક્રમને વહીવટીતંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી પણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ કગથરા સહિત કોંગ્રેસ આગેવાનો શનાળા રોડ પર આવેલ છોટાલાલ પેટ્રોલપંપ સુધી રેલી યોજી હતી અને છોટાલાલ પેટ્રોલપંપના પ્રાંગણમાં સરકાર હાય-હાયના નારા લગાવતા પોલીસ કાફલાએ તમામ કોંગ્રેસ આગેવાનો કાર્યકર્તા આગેવાનોને ડીટેઈન કરવામાં આવ્યા હતાં. તો ધારાસભ્ય લલિત કગથરા સહિત 16 કોંગ્રેસી કાર્યકરોને ડીટેઈન કરવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચોઃ જામનગરમાં કોંગ્રેસે પેટ્રોલ-ડિઝલના વધતા ભાવને લઈને વિરોધ કર્યો

Last Updated : Jun 11, 2021, 3:24 PM IST

ABOUT THE AUTHOR

...view details