વિશ્વ હિંદુ પરિષદ મોરબી જિલ્લા મંત્રી હસમુખભાઈ ગઢવીએ રાજ્યના નાયબ મુખ્યપ્રધાનને પત્ર પાઠવ્યો છે, જેમાં જણાવ્યું છે ,કે મોરબી હળવદ રોડ ફોરલેન અને મોરબી નવલખી રોડ ફોરલેન કરવામાં આવે, ભક્તિનગર સર્કલ બાયપાસ મોરબી ફલાય ઓવરબ્રિજ બનાવાય, મોરબી બાયપાસ પાર્ટ 1-2-3-4 મંજુર કરવા અને મોરબી જેતપર રોડ ફોરલેન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
વિશ્વ હિંદુ પરિષદના મંત્રીએ મોરબીના પ્રશ્નો બજેટમાં સમાવવા નિતીન પટેલને લખ્યો પત્ર - Ravi Motvani
મોરબીઃ સરકાર આગામી દિવસોમાં બજેટ લાવી રહી છે, ત્યારે મોરબીના અગત્યના પ્રશ્નોને બજેટમાં સમાવવા અને યોગ્ય નિરાકરણ આવે તેવી માંગ સાથે ડેપ્યુટી સીએમને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
મોરબીના અગત્યના પ્રશ્નો આગામી બજેટમાં સમાવવા ડેપ્યુટી સીએમને પત્ર લખી કરી રજૂઆત
ઉપરોક્ત રજૂઆત કરવાનો હેતુ અકસ્માત નિવારવા માટે તેમજ મોરબી નગરની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટેનો હોવાનું જણાવામાં આવ્યુ છે.આ સાથે જ રજૂઆત ધ્યાને લઈને આગામી બજેટમાં નાણાંની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.