મોરબીના સામાકાંઠે કલેક્ટર કચેરી પાસે કોળી સમાજની વેલનાથ વાડી નજીક વિસ્તારમાં સરકારી ખરાબાની જમીનમાં બે ઝૂંપડા અને પાક્કી દીવાલ બનાવવામાં આવી હતી. સરકારી ખરાબાની જગ્યામાં જિલ્લા પંચાયતનું પાર્કિંગ બનવાનું હતું તે સ્થળે દબાણો થતા આજે અધિક કલેક્ટર કેતન જોષી, પ્રાંત અધિકારી એસ જે ખાચર, મામલતદાર, ચીફ ઓફિસર સાગર રાડિયા, પાલિકા અને જિલ્લા પંચાયતની ટીમો સ્થળ પર પહોંચી હતી.
મોરબીમાં ગેરકાયદેસર દબાણો પર તંત્રએ ડીમોલેશન હાથ ધર્યુ
મોરબીઃ શહેરના સામાકાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર કાચા અને પાકા મકાનો ખડકી દેવામાં આવ્યા હોવાથી તંત્ર દ્વારા ડીમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી. તંત્ર દ્વારા દબાણો પર સરકારી બુલડોઝર ફેરવી તમામ ગેરકાયદેસર બાંધકામને હટાવવામાં આવશે
મોરબી
પોલીસના ચૂસ્ત બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સરકારી બુલડોઝર દબાણો પણ ફરી વળ્યું હતું અને કાચા મકાનો તેમજ દીવાલ સહિતના દબાણો દુર કરવામાં આવ્યા હતા. સાથે જ અન્ય સ્થળે પણ દબાણો હટાવ કામગીરી ચાલુ રહેશે તેવા સંકેતો જણાઈ રહ્યા છે.