ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના સિરામિક ઉદ્યોગને બચાવવા ગેસનો ભાવવધારો પરત ખેંચવા માંગ કરાઈ

મોરબી જિલ્લામાં સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવમાં તાજેતરમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. જે ભાવવધારો પરત ખેચવાની માંગ પૂર્વ ભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવી છે. તેમણે રજુઆતમાં જણાવ્યું છે કે, ગેસમાં ભાવ વધારો પાછો ખેચવામાં નહિ આવે તો વોલ ટાઈલ્સના યુનિટો બંધ થઇ શકે તેમ છે. આ ભાવ વધારાને લઈ મોરબી સિરામિક ઉધોગપર મુસીબતનો ભાર વધ્યો છે.

મોરબીના સિરામિક ઉદ્યોગને બચાવવા ગેસનો ભાવવધારો પરત ખેંચવા માંગ કરાઈ
મોરબીના સિરામિક ઉદ્યોગને બચાવવા ગેસનો ભાવવધારો પરત ખેંચવા માંગ કરાઈ

By

Published : Dec 29, 2020, 6:47 PM IST

Updated : Dec 29, 2020, 7:31 PM IST

  • ગેસના ભાવમાં કરવામાં આવેલો વધારો પરત ખેંચવા માંગ
  • સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવમાં તાજેતરમાં કરાયો હતો વધારો
  • મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખે ભાવ વધારો પાછો ખેચવા કરી માંગ

મોરબીઃ સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવમાં તાજેતરમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. જે ભાવવધારો પરત ખેચવાની માંગ પૂર્વ ભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ પૂર્વ અધ્યક્ષ રાઘવજી ગડારાએ મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનને પત્ર પાઠવી જણાવ્યું છે કે, સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવમાં રૂપિયા 4નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ 4 રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું, તે રદ કરીને 4 રૂપિયાનો વધારો કરાયો છે. હાલ કોરોના મહામારી અને લોકડાઉનને પગલે સિરામિક ઉદ્યોગ ઠપ્પ થઇ ગયો છે.

વોલ ટાઈલ્સ બનાવતી ફેકટરીઓ ભાવવધારાને પગલે મુશ્કેલીમાં મુકાઈ

સિરામિક ઉદ્યોગ ચાઈના સામે ટકી સકે તે માટે રૂપિયા 4 નો ભાવવધારો પરત ખેચવો જરૂરી છે. વોલ ટાઈલ્સ બનાવતી ફેકટરીઓ ભાવવધારાને પગલે મુશ્કેલીમાં મુકાઈ છે અને વોલ ટાઈલ્સ યુનિટ બંધ કરવા પડે તેવી સ્થિતિ નિર્માણ થશે. કોરોના મહામારીમાં સરકારે ઉદ્યોગને આર્થક અને અન્ય મદદ કરી છે, ત્યારે સિરામિક ઉદ્યોગને બચાવવા ગેસના ભાવમાં ફેરફાર કરવા માંગ કરાઈ છે.

મોરબીના સિરામિક ઉદ્યોગને બચાવવા ગેસનો ભાવવધારો પરત ખેંચવા માંગ કરાઈ
Last Updated : Dec 29, 2020, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details