ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી-વાંકાનેરમાં સરકારી ભરતી પ્રક્રિયા પુન:શરુ કરવા માગ, કલેકટરને આવેદન

સરકારના વિવિધ વિભાગમાં અટકી પડેલી ભરતી પ્રક્રિયા પુનઃ શરુ કરવાની માગ સાથે મોરબી અને વાંકાનેરમાં વિદ્યાર્થીઓ દ્વારા કલેકટર અને પ્રાંત અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું હતું. જેથી જે ભરતીમાં માત્ર નિમણુક આપવાની બાકી છે, તે આપી દેવામાં આવે. જેના ઈન્ટરવ્યું થઇ ગયા છે. તેના પરિણામ જાહેર કરાય તેવી માગ કરવામાં આવી હતી.

વિવિધ વિભાગની સરકારી ભરતી પ્રક્રિયા પુન:શરુ કરવા માગ
વિવિધ વિભાગની સરકારી ભરતી પ્રક્રિયા પુન:શરુ કરવા માગ

By

Published : Jul 1, 2020, 1:04 PM IST

  • વાંકાનેરમાં વિદ્યાર્થીઓ દ્વારા કલેક્ટર અને પ્રાંત અધિકારીને આવેદન
  • સરકારના વિવિધ વિભાગમાં અટકી પડેલી ભરતી પ્રક્રિયા પુનઃ શરુ કરવાની માગ
  • અમુક ભરતીમાં સરકારી પરીક્ષાનું નોટીફીકેશન લાંબા સમયથી આવી ચૂકેલુ
  • ગુજરાતમાં અંદાજીત 40,000 જેટલી જગ્યાઓ માટેની પ્રક્રિયા અલગ-અલગ તબક્કે અટકાવી દીધી
  • 15થી 17 લાખ જેટલું યુવાધન બેરોજગારીના ઓછાયા હેઠળ

મોરબીઃ સરકારના વિવિધ વિભાગમાં અટકી પડેલી ભરતી પ્રક્રિયા પુનઃ શરુ કરવાની માગ સાથે મોરબી અને વાંકાનેરમાં વિદ્યાર્થીઓ દ્વારા કલેકટર અને પ્રાંત અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું હતું. મોરબીમાં જિલ્લા કલેકટર, વાંકાનેરમાં પ્રાંત અધિકારીને આવેદન પાઠવી રજૂઆત કરાઈ હતી કે, ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલી સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા કોઈને કોઈ કારણોસર અટકાવી દેવામાં આવી છે. અમુક ભરતી એવી છે. જેમાં ઘણા મહિનાઓથી તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે. ફક્ત નિમણુક કરવાની બાકી છે. અમુક ભરતીમાં સરકારી પરીક્ષાનું નોટીફીકેશન લાંબા સમયથી આવી ચૂકેલુ છે. ભરતી જાહેર થઇ છે, પરંતુ સરકારની ઢીલાશને લીધે પરીક્ષા બાકી છે.

ગુજરાતમાં અંદાજીત 40,000 જેટલી જગ્યાઓ માટેની પ્રક્રિયા અલગ-અલગ તબક્કે અટકાવી દીધેલી છે. ગુજરાતનું અંદાજે 15થી 17 લાખ જેટલું યુવાધન બેરોજગારીના ઓછાયા હેઠળ છે. શિક્ષિત બેરોજગારોનું ભવિષ્ય અંધકારમય લાગી રહ્યું છે. જેથી જે ભરતીમાં માત્ર નિમણુક આપવાની બાકી છે, તે આપી દેવામાં આવે, જે ભરતીની પ્રાથમિક, મુખ્ય પરીક્ષા કે, કોમ્યુટર ટેસ્ટ કે, ઈન્ટરવ્યું થઇ ગયા છે. તેના પરિણામ જાહેર કરાય જે ભરતીની જાહેરાત થઇ છે, પરંતુ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી નથી તેની સત્વરે તારીખ જાહેર કરવામાં આવે તેવી માગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details