મોરબીઃ માળિયા મામલતદાર કચેરી હાલમાં જરુરિત હાલતમાં છે અને ત્યાં કામ કરતો સ્ટાફ સતત ભયના માહોલ હેઠળ કામ કરી રહ્યો છે, ક્યારે ક્યાંથી પોપડું માથે પળે તે જ નક્કી નથી તો ચોમાસામાં દર વર્ષે પાણીનો ભરાવો થાય છે અને જરૂરી ડોકયુમેન્ટ પણ પાણીમાં પલળી જવાના બનાવો સામે આવી ચુક્યા છે. આવી પરિસ્થિતિને જોઇને માળીયાના મામલતદાર માળીયા સી. બી. નીનામાએ સબ રજીસ્ટ્રાર માળીયા અને માળીયા તિજોરી અધિકારીને પત્ર લખી રજૂઆત કરી છે. કચેરીના સુચારૂ સંચાલન માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જરૂરી હોવાનું જણાવ્યું છે. તો ચોમાસા પહેલા વહેલી તકે કચેરી અન્ય સ્થળે ખાસેડવામાં આવે તેવી માંગ કરી છે.
મોરબીઃ માળિયા મામલતદાર કચેરી જર્જરિત હાલતમાં, વૈકલ્પિક વ્યવસ્થા કરવા માગ - મોરબી ન્યૂઝ
માળિયા મામલતદાર કચેરી જરુરિત હાલતમાં છે અને ત્યાં કામ કરતો સ્ટાફ સતત ભયના માહોલ હેઠળ કામ કરી રહ્યો છે, ક્યારે ક્યાંથી પોપડું માથે પળે તે જ નક્કી નથી. આવી પરિસ્થિતિને જોઇને માળીયાના મામલતદાર માળીયા સી. બી. નીનામાએ સબ રજીસ્ટ્રાર માળીયા અને માળીયા તિજોરી અધિકારીને પત્ર લખી રજૂઆત કરીને ચોમાસા પહેલા વહેલી તકે કચેરી અન્ય સ્થળે ખાસેડવામાં આવે તેવી માંગ કરી છે.
માળિયા મામલતદાર કચેરી જર્જરિત હાલતમાં
સબ રજીસ્ટ્રારે જણાવ્યું છે કે, મામલતદાર કચેરી નીચાંણવાળા વિસ્તારમાં છે અને 2017માં ભારે પુરના કારણે રેકોર્ડને નુકશાન પણ થયેલું છે. હાલની સ્થિતિમાં ત્યાં બેસીને કામ કરવું જોખમ વાળું છે અને ચોમાસામાં પણ વરસાદમાં રેકોર્ડને નુકશાન થશે જો અન્ય સ્થળે કચેરી ખસેડવામાં નહિ આવે તો હજી વધુ નુકસાન થઈ શકે છે.