આ આરોપી સુભાષ અલ્લારખ્ખા જે તે વખતના મામલતદાર જેની પાસે નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકેનો ચાર્જ હતો, તે સમયમાં નગરપાલિકા વિસ્તારમાં 2015-16ની સાલમાં રસ્તામાં મેટલ મોડેલ તથા માટી નાખવાના કામ કરેલ હોવાની ખોટી વિગતો દર્શાવી હતી. અને આ રેકોર્ડમાં વરસાદમાં નાશ પામેલાની હકીકત દર્શાવી હતી. આ કામો નહીં કરેલા હોવા છતાં કરેલું બતાવી સરકારી પરિપત્ર નિયમનો ભંગ કર્યો હતો. જેથી સરકારના નાણાની ઉચાપત કરી ગુનો કરેલ હતો. આ અંગે પોલીસે આ કામના આરોપીને લાંચ રુશ્વતના અધિનિયમ હેઠળ ધરપકડ કરી હતી. આ કામના આરોપીના વકીલ મારફતે નામદાર હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેથી હાઇકોર્ટ આ આરોપીને જામીન પર છુટકારો આપ્યો છે.
મોરબીમાં લાંચના કેસમાં આરોપીનો જામીન પર છુટકારો - Morbi bribery case
મોરબીઃ જિલ્લામાં લાંચના કેસમાં આરોપી સુભાષ અલ્લારખ્ખા મેરનો જામીન પર છુટકારો થયો છે. આ ઘટનાની વિગત અનુસાર 18 એપ્રિલના રોજ આરોપી સુભાષ માળીયા નગરપાલિકા ખાતે ફરજ બજાવતો હતો.
આ આરોપીના વકીલ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે આરોપીઓએ પોતાના અંગત ફાયદા માટે કોઈ કૃત્ય કરેલ નથી. ગુનામાં સીધી કે આડકતરી રીતે આરોપીનો કોઇ રોલ નથી માત્ર સરકારના હુકમથી આરોપી સામે ગંભીર પ્રકારનો આરોપ નાખી ખોટી ફરિયાદ કરવામાં આવી છે. આરોપીએ કોઈ ઉચાપત કરેલ નથી કે કાવતરું રચ્યું નથી. આરોપી વિરૂદ્ધ પ્રથમ દર્શનીય કોઈ પુરાવો ન હોવા છતાં આરોપીને અટક કરવામાં આવેલ છે. હાલ કોર્ટે આરોપીને 15,000 રૂપિયાના શરતી જામીન પર છુટકારો કર્યો છે. આ આરોપી તરફે મોરબીના વકીલ દિલીપ અગેચાણીયા રોકાયેલા હતા.