- મોરબીમાં કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે બે પશુવાનનું લોકાર્પણ
- અગાઉ ચાર મોબાઈલ પશુ દવાખાના કાર્યરત
- જે પ્રસંગે સાંસદ સહિતના મહાનુભવો રહ્યા ઉપસ્થિત
મોરબી : રાજ્ય સરકાર દ્વારા 10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાનાની યોજના અમલમાં મૂકી છે. જે અંતર્ગત અગાઉ મોરબીમાં ચાર મોબાઈલ પશુ દવાખાના કાર્યરત થઇ ચૂક્યા છે. તો આજે વધુ બે પશુવાનનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.
મોરબીમાં કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે બે પશુવાનનું લોકાર્પણ
કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું લોકાર્પણ
રાજ્યના પશુપાલન વિભાગના કેબિનેટ પ્રધાન કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે બે મોબાઈલ પશુ દવાખાનાને ફ્લેટ ઓફ આપીને લોકાપર્ણ કરવામાં આવ્યા હતા. જે પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા, ડીડીઓ પરાગ ભગદેવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આગામી દિવસોમાં વધુ 4 પશુવાન ફાળવામાં આવશે : કુંવરજીભાઈ બાવરીયા
અગાઉ મોરબીમાં બે તબક્કામાં શરુ થયેલ મોબાઈલ પશુ દવાખાના મોરબી, વાંકાનેર, હળવદ અને માળિયા ખાતે કાર્યરત છે. તો આજે નવા બે મોબાઈલ પશુ દવાખાનાનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. જે મોરબીના રંગપર અને સજ્જનપર ગામે કાર્યરત રહેશે. તે ઉપરાંત આગામી દિવસોમાં માળિયામાં 02 , મોરબી અને ટંકારામાં 01-01 એમ વધુ ચાર મોબાઈલ પશુ દવાખાના કાર્યરત કરવામાં આવશે, તેમ પણ કેબિનેટ પ્રધાને જણાવ્યું હતું.