- વાંકાનેરના માટેલ રોડનું સાંસદ મોહન કુંડારિયાના હસ્તે લોકાર્પણ
- 12.51 કરોડના ખર્ચે તૈયાર થયો રોડ
- ખરાબ રોડને કારણે થતી બ્રેકેજની સમસ્યા રોડ નવો બનતા ઉકેલાઈ
મોરબી: જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ માટેલ ગામ જવાનો રોડ બિસ્માર હાલતમાં હતો. જે રોડ પર મોટા પ્રમાણમાં સિરામિક ફેક્ટરીઓ પણ કાર્યરત છે, જે રોડ 12.51 કરોડના ખર્ચે લોકભાગીદારીથી તૈયાર કરવામાં આવ્યા બાદ આજે બુધવારે સાંસદ મોહન કુંડારિયાના હસ્તે રોડનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે ગ્રામજનો અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. રોડના લોકાપર્ણ પ્રસંગે સાંસદ મોહનભાઈએ જણાવ્યું હતું કે, ઢુવા ચોકડીથી માટેલ ગામ સુધીનો 6.5 કિમી રોડ 12.51 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 80 ટકા સરકારના અને 20 ટકા ઉદ્યોગપતિની લોકભાગીદારીથી રોડ તૈયાર કરાયો છે. જે રોડના નિર્માણમાં ઉદ્યોગપતિઓએ શ્રમ અને આર્થિક સહયોગ આપ્યો હતો. તો ગ્રામજનો તેમજ લારી- ગલ્લા ધારકોએ પણ રોડ નિર્માણ દરમિયાન સહયોગ આપ્યો હોવાથી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: Effect of rain : સુરતમાં થોડા જ વરસાદમાં રસ્તા પર ભુવા પડવાની ઘટનાઓ આવી સામે