વાંકાનેરના માટેલ રોડ પર આવેલી સિરામિક ફેક્ટરી પાસેની ગટરમાંથી મહિલાનો મૃતદેહ પડ્યો હોવાની માહિતીને પગલે વાંકાનેર તાલુકા પીએસઆઈ બી ડી પરમાર સહિતની ટીમ દોડી ગઈ હતી. મૃતક મહિલાનુ નામ લીલાબેન જે એમ.પી ના રહેવાસી હતાં. જે માહિતી પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યુ હતું.
મોરબીમાં સિરામિક ફેક્ટરી પાસેથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો - ક્રાઇમ ન્યુઝ
મોરબી: માટેલ રોડ પર આવેલ સિરામિક ફેક્ટરી પાસેની ગટરમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા અને દોરડું બાંધેલી હાલતમાં હોય જેથી મહિલાની હત્યા કર્યા બાદ મૃતદેહ ફેંકી દીધાની આશંકા પ્રબળ બની છે.
મોરબીમાં સિરામિક ફેક્ટરી પાસેથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો
મહિલાને દોરડું બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો અને શરીર પર પણ ઈજાના નિશાનો જોવા મળતા હત્યાની આશંકા સાથે પોલીસે તપાસ ચલાવી હતી. વધુ માહિતી માટે મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો.