ગુજરાત

gujarat

ETV Bharat / state

હળવદના માથક ગામે અરેંડાના ખેતરમાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર - દાટેલો મૃતદેહ મળ્યો

મોરબી: હળવદ તાલુકના માથક ગામમાં એક ખેતરમાં એરંડાના ખેતરમાંથી યુવકનો દાટેલો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા હળવદ પોલીસ દોડી ગઈ હતી અને મુર્તદેહને બહાર કાઢીને પી.એમ. માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને હત્યા કોણ કેમ કરી તેની તપાસ પોલીસ હાથ ધરી છે.

માથક ગામે આવેલ અરેંડાનાં ખેતરમાંથી યુવકની હત્યા કરેલો દાટેલો મૃતદેહ મળ્યો
માથક ગામે આવેલ અરેંડાનાં ખેતરમાંથી યુવકની હત્યા કરેલો દાટેલો મૃતદેહ મળ્યો

By

Published : Dec 8, 2019, 8:52 PM IST

મળતી વિગત મુજબ હળવદ તાલુકાના માથક ગામે રેહતા ભરતભાઈ ખેગારભાઈ મકવાણાની સુદરીભવાની રોડ પર 44 વીઘાનું ખેતર આવેલ છે. જેમાંથી તેમેણ 21 વીઘામાં એરંડાનું વાવતર કરેલ છે. જેના માટે તેને ખેતર ભુરાભાઈ ઉર્ફે ગુજરિયાભાઈ હુનીયાભાઈ આદિવાસી, તેમજ તેની પત્ની દક્ષાબેન અને તેનો ભાઈ રોહન ત્રણ્ય સાથે રહીને મજુરી કરતા હતાં, 22 નવેમ્બરે ખેતરના માલિક ભરતભાઈ ખેતર ગયા હતા, જ્યાં જોવા ગયા હતા જેમાં ત્યાં મજુરી કરતો ભુરાભાઈ ખેતર ન હતા. જેમાં તેમેણ તેની પત્ની અને ભાઈ ને પૂછતા તેમેણ કહ્યું ગત રાત્રીથી કોઈને કહ્યા વગર ગયો છે હજુ આવ્યો નથી અને લગભગ 4 દિવસ પછી ફરી ભરતભાઈ ખેતર જતા ત્યારે પણ લાપતા બનેલ મજૂર પરત આવ્યો ન હતો પણ બને ભાઈઓ અને તેમજ તેની પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા રેહતા તે તેને ખબર હતી.

માથક ગામે આવેલ અરેંડાનાં ખેતરમાંથી યુવકની હત્યા કરેલો દાટેલો મૃતદેહ મળ્યો

શનિવારના રોજ ખેતરના મલિક અને તેની પત્ની ખેતર ગયા, જ્યાં કુતરાઓ ખેતરમાં જમીન ખોતરતા હતા. જેથી અમે ત્યાં ચેક કરતા દુર્ગધ આવતી હતી. જેથી અમે સરંપચ જાણ કરી અને તેમાંથી માનવી જેવું લાગતા પોલીસને જાણ કરી હતી અને પોલીસ આવી ને ચેક કરતા તેમાંથી લાપતા બનેલ ભુરાભાઈ મજૂરનો મૃતદેહ નિકળ્યો હતો. મૃતદેહને પી.એમ.માટે હોસ્પ્ટિલ ખસેડી અને હત્યાનો ગુનો નોધી અને હત્યા કોણે ,ક્યારે અને કેમ કરી તેની વધુ તપાસ પોલીસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details