ગુજરાત

gujarat

ETV Bharat / state

ટંકારામાં સ્વામી દયાનંદ સરસ્વતીની 198મી જન્મજયંતીની ઉજવણી કરાઇ - મોટી સંખ્યામાં આર્યવીરો જોડાયા

આર્ય સમાજના (Arya Samaj) સ્થાપાક સ્વામી દયાનંદ સરસ્વતીની (Dayanand Saraswati's janmjayanti) ગઈકાલે (શનિવારે) 198મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

ટંકારામાં સ્વામી દયાનંદ સરસ્વતીની 198મી જન્મજયંતીની ઉજવણી કરાઇ
ટંકારામાં સ્વામી દયાનંદ સરસ્વતીની 198મી જન્મજયંતીની ઉજવણી કરાઇ

By

Published : Feb 13, 2022, 10:17 AM IST

મોરબી:આર્ય સમાજના (Arya Samaj) સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીની (Dayanand Saraswati's janmjayanti) ગઈકાલે (શનિવારે) 198મી જન્મજયંતીની ટંકારા પંથકમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ટંકારા આર્ય સમાજ ખાતે વિવિધ ધાર્મિક મહોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી.

ટંકારામાં સ્વામી દયાનંદ સરસ્વતીની 198મી જન્મજયંતીની ઉજવણી કરાઇ

આ પણ વાંચો:મોરબીના ઉદ્યોગપતિએ ફેકટરીમાં મહાપુરુષોની પ્રતિમાનું અનાવરણ કર્યુ

મોટી સંખ્યામાં આર્યવીરો જોડાયા

મહોત્સવ અંગે આર્ય સમાજ અગ્રણીએ જણાવ્યું હતું કે, આજે મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મજયંતી પ્રસંગે આર્ય સમાજમાં (Arya Samaj) દૈનિક યજ્ઞ કરાયો હતો. બાદમાં ઋષિ જન્મોત્સવ નિમિતે વિશેષ મંત્ર દ્વારા આહુતિ આપવામાં આવી હતી. દુર દુરથી વિદ્વાનો અને અતિથીઓ પધાર્યા હતા. જે પ્રસંગે આર્યવીરોએ ઋષિ જન્મદિવસ નિમિતે જ્ઞાન વિષે વક્તવ્ય આપ્યું હતું, તો સાથે જ ઋણ સ્વીકાર કરવાનો અવસર હોય ત્યારે મોટી સંખ્યામાં આર્યવીરો જોડાયા હતા અને ધામધૂમથી ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી.

આ પણ વાંચો:અમદાવાદમાં દેવદિવાળીની સાથે ગુરુનાનક જયંતિની પણ ઉલ્લાસભેર ઉજવણી કરાઇ

ABOUT THE AUTHOR

...view details