- ફેસબુકના માધ્યમથી વધુ એક નો બનાવ
- મોરબી પાસે સસ્તા સોનાના નામે કરવામાં આવી લૂંટ
- એક આરોપીની ધરપકડ એક ફારાર
મોરબી: હરિયાણાના રહેવાસી આધેડોનો ફેસબુકના માધ્યમથી સંપર્ક કરી તેને મિત્ર બનાવતો હતે અને બાદમાં સોનાના બિસ્કીટની લોભામણી લાલચ આપીને મોરબી બોલાવ્યા હતા અને ટંકારા પંથકમાં તેની સાથે લાખો રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. જે ગુનામાં એક આરોપીની ટંકારા પોલીસે ધરપકડ કરી છે.
સસ્તા સોનાના નામે લૂંટ
હરિયાણાના રેવાડી જિલ્લાના પુનસીકા પોસ્ટ વિસ્તારમાં ગોલીયાકા ગામને રહીને ખેતી મજુરીનું કરતા સુમેરસિંગ શયોચંદ લાંબાએ ફેસબુકના માધ્યમથી ટંકારા તાલુકાનાં અમરાપર ગામે રહેતા હસમુખ ઉર્ફે હિતેશ રાજા મકવાણા અને તેના સગીર વયના મિત્ર દ્વારા સંપર્ક કર્યો હતો. મિત્રતા કેણવાયા બાદ સોનાનુ બિસ્કીટ સસ્તી કિંમતે વેચવાનું છે એમ કહીને બંન્ને ટંકારા ગામની લજાઈ ચોકડી પાસે બોલાવ્યા હતા. તેઓએ સોનાનું બિસ્કીટ બતાવીને તેઓની પાસેથી સાડા ત્રણ લાખ રૂપિયા લીધા હતા અને સોનાનું બિસ્કીટ આપ્યું ન હતું અને ત્યાથી તેઓ ભાગી ગયા હતા.