ગુજરાત

gujarat

ETV Bharat / state

Crime of Robbery in Morbi : વાંકાનેરના ચંદ્રપુર નજીક છરીની અણીએ 27 લાખની લુંટ કરાઇ - વાંકાનેરના ચંદ્રપુર નજીક 27 લાખની લુંટ

મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં ચંદ્રપુર પાસેથી કારને બે વ્યક્તિ ઉપર બે શખ્સો દ્વારા કાર પર પથ્થરમારો(Crime of Robbery in Morbi) કરવામાં આવ્યો હતો. આ વ્યક્તિ ઉપર છરી તેમજ ધોકા વડે માર મારીને તેની પાસેથી 27 લાખ રૂપિયાની લૂંટ(Robbery Crime in Gujarat) કરવામાં આવી છે. આ ઘટનાની જાણ પોલીસને થતાં શહેરમાં નાકાબંધી કરીને લૂંટ(Robbery Cases in Wankaner) કરી નાસી છૂટેલા બે શખ્સોને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. આ ઉપરાંત ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Crime of Robbery in Morbi : વાંકાનેરના ચંદ્રપુર નજીક છરીની અણીએ 27 લાખની લુંટ
Crime of Robbery in Morbi : વાંકાનેરના ચંદ્રપુર નજીક છરીની અણીએ 27 લાખની લુંટ

By

Published : Dec 21, 2021, 9:51 AM IST

મોરબીઃ વાંકાનર તાલુકામાં ચંદ્રપુર ગામ પાસે આવેલ વિકાસ કોન્ટેક્સ નામના કારખાના ભાગીદાર માથકિયા ઈસુબ પોતાની કાર લઇને વાંકાનેર નજીકના ચંદ્રપુર પાસે આવેલા તેઓના કારખાનેથી પોતાના મહેતાજીને કારમાં સાથે બેસાડીને ઘર તરફ જવા માટે સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં રવાના થઇ રહ્યા હતા, ત્યારે બે શખ્સો દ્વારા તેને રોકવામાં આવ્યો હતો. આ શખ્સોએ કાર પર પથ્થરમારો કરી 27 લાખ રૂપિયાની રોકડ લૂંટીને(Crime of Robbery in Morbi) નાસી છૂટયા છે.

સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી

શખ્સોએ કાર પર પથ્થરમારો કર્યો હોવાથી કારમાં બેઠેલા માથુકિયા ઈસુબ નામનો યુવાનને ઈજા થવાને કારણેે સારવાર માટે લઈ ગયા હતા. બે શખ્સો 27 લાખ રૂપિયાની રોકડ લૂંટીને(Robbery Crime in Gujarat) નાસી છૂટયા હતાં. આ ઘટનાની વાંકાનેર સીટી પોલીસ દ્વારા જિલ્લા કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્રારા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી છે અને લૂંટની ઘટનાને અંજામ આપીને નાસી છૂટેલા બન્ને શખ્સોને પકડવા(Robbery Crime Cases) માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવી છે.

કાર પર બેફામ પથ્થરના ઘા કરવામાં આવ્યા હતા

જીનનું કારખાનું ધરાવતા માથકિયા ઈસુબ અને તેના કર્મચારી સાથે ઘરે જતાં હતા ત્યારે તેઓના કારખાનાની બાજુમાં બંધ કારખાનની દિવાલ ઉપર બે શખ્સો બેઠા હતા અને કાર લઇને માથકિયા જયારે નીકળ્યો ત્યારે તેઓની કારના પર પથ્થરના ઘા કરવામાં આવ્યા હતા અને તેની કાર રોકીને યુવાન નીચે ઉતાર્યો હતો ત્યારે છરી અને ધોકા જેવા હથિયારો વડે બે શખ્સે હુમલો(Attack with Weapons in Morbi) કર્યો હતો. આરોપીઓ લૂટફાટ(Robbery Cases in Wankaner) કરીને નાશી ગયા છે અને આ સનસનીખેજની વાત વાયુવેગે જિલ્લાભરમાં ફેલાઈ હતી જેથી જિલ્લા પોલીસ(Morbi Crime Report) દ્વારા આરોપીને શોધવા માટે ટીમોને દોડાવવામાં આવી છે.

લુંટની ધટનાથી પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા

મોરબીના રવાપર રોડ ઉપર અગાઉ ધોળા દિવસે લૂંટનો બનાવ બન્યો હતો, ત્યારબાદ હાલમાં મોરબી જીલ્લાના વાંકાનેર નજીક આવેલ ચંદ્રપુર પાસેથી કાર લઇને પસાર થઇ રહેલા યુવાનને આંતરીને બે શખ્સો દ્વારા કાર પર પથ્થરમારો કરીને 27 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે અને લૂંટની આ સનસનીખેજ ઘટના અંગે પોલીસ દ્વારા સઘન તપાસ જારી, ચોમેર નાકાબંધી સાથે વધુ(Morbi Police Complaint of Robbery) તપાસ જારી કરી છે.

આ પણ વાંચોઃ સુરતમાં ડિલિવરી બોયને માર મારી મોબાઈલના પાર્સલની લુંટ

આ પણ વાંચોઃ અંજારમાં થયેલ 65.85 લાખની લૂંટાએલી કાર મોટી ચીરઈ પાસેથી મળી આવી

ABOUT THE AUTHOR

...view details