મોરબી:મોરબીના નવા (Crime In Morbi) જાંબુડિયા ગામના રહેવાસી ગુણવંતભાઈ હંસરાજભાઈ વીજુવાડિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેના માતા મંજુબેન તેની સાથે રહેતા હતા, અને આરોપી પિતા હંસરાજભાઈ મોહનભાઈ વીજુવાડિયા રહેતા પિતાનો સ્વભાવ જીદ્દી હતો જેથી આરોપી હંસરાજભાઈ સાથે માતા મંજુબેન રહેવા જતા ના હોવાથી, આ બાબતે અવારનવાર બોલાચાલી કરી ઝઘડો થતો હતો, દરમિયાન તા. 26ને રવિવારના રોજ સવારના અરસામાં હંસરાજભાઈ વીજુવાડિયાએ મંજુબેનને માથામાં કુહાડીના ઘા મારી ગંભીર (husband killed his wife with ax) ઈજા કરી મોત નીપજાવ્યું હતું.
હત્યારા પતિને પોલીસે ઝડપી પાડ્યો
જે હત્યા કરીને આરોપી પતિ ફરાર થયો હતો, મૃતકના પુત્રની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે (Morbi Taluka Police)આરોપી પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી (morbi police station) હતી, અને આરોપીને ઝડપી લેવાયો છે, જે આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવશે.