ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં યુવક સાથે એટ્રોસિટીની ઘટના મામલે કોર્ટે છ આરોપીઓના જામીન નામંજૂર કર્યા - undefined

મોરબી પગાર પ્રકરણમાં કોર્ટે છ આરોપીઓના જામીન નામંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે છ આરોપીઓના તારીખ 1 સુધીના રિમાન્ડ પણ મંજુર થયા હતા. રિમાન્ડ બાદ આરોપીઓને જેલ હવાલે કર્યા હતા. છ આરોપીઓએ મોરબી સ્પેશિયલ એસ્ટ્રોસિટી કોર્ટેમાં જામીન અરજી મુકી હતી.

મોરબી પગાર પ્રકરણમાં કોર્ટે છ આરોપીઓના જામીન નામંજૂર કર્યા
મોરબી પગાર પ્રકરણમાં કોર્ટે છ આરોપીઓના જામીન નામંજૂર કર્યા

By ETV Bharat Gujarati Team

Published : Dec 8, 2023, 2:18 PM IST

મોરબી: અનુસૂચિત જાતિના યુવાનને પગાર આપવાને બદલે માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે મુખ્ય આરોપી રાણીબા સહિત કુલ 7 આરોપીને ઝડપી પાડ્યા હતા. કોર્ટે એક આરોપીના જામીન મંજૂર કર્યા છે, જ્યારે છ આરોપીઓ હાલ જેલમાં છે. આરોપીઓએ જામીન અરજી કરી હતી જે કોર્ટે આજે નામંજૂર કરી છે.

શું હતો મામલો:

મળતી વિગત મુજબ ગત તારીખ 22 નવેમ્બરના રોજ મોરબીની ગાંધી સોસાયટીમાં રહેતા 21 વર્ષીય નિલેશભાઈ કિશોરભાઈ દલસાણીયા નામના યુવાને આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી.ડી.રબારી સહિત અન્ય અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે યુવક ગત 2 ઓક્ટોબરના રોજ રવાપર ચોકડી પાસે આવેલ કેપિટલ માર્કેટમાં ચોથા માળે આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝ એક્સપોર્ટ વિભાગમાં કામ કરતો હતો. મહીને 12 હજારના પગાર પર તે નોકરી કરી રહ્યો હતો.

પગાર માંગતા થઈ બબાલ : બાદમાં કોઈ કારણોસર 18 ઓક્ટોબરના રોજ યુવકને કામ પર આવવાની ના પાડી હતી. જેથી યુવાન ત્યાંથી નીકળી ગયો હતો. ઓફિસમાં મહિનાની પાંચ તારીખે પગાર જમા થતો હતો. પરંતુ યુવાનનો પગાર જમા ન થતા તે પગાર લેવા ઓફિસ પર પહોંચ્યો હતો. પરંતુ ઓફિસમાંથી યુવકને બાદમાં આવવા જણાવ્યું હતું. આથી યુવક ફરીથી ઓફિસ પર ફોન કરીને ગયો હતો.

યુવક સાથે અમાનવીય વ્યવહાર :ભોગ બનનાર યુવકના જણાવ્યા અનુસાર તેના 2 સાથી સાથે ઓફિસ પહોંચ્યો ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. બે સાથી કોઈ રીતે ત્યાંથી નીકળી ગયા હતા. પરંતુ અજાણ્યા શખ્સોએ યુવકને પકડીને ઢોર માર માર્યો હતો. યુવકે જણાવ્યું હતું કે, બાદમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાએ ત્યાં આવી ફડાકો માર્યો હતો અને મને અગાસી પર લઇ ગયા હતા. જ્યાં અજાણ્યા વ્યક્તિએ બેલ્ટથી પીઠના ભાગે માર માર્યો હતો.

માફી મંગાવી બનાવ્યો વીડિયો : બાદમાં વિભૂતિ પટેલ યુવાન પાસે આવીને મારી પાસે રૂપિયા માંગેલ તું મને ઓળખે છે કહીને યુવકને પગે પડીને માફી માંગવા કહ્યું હતું. ઉપરાંત યુવકને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી રાજ પટેલ સાઈડમાં લઈ ગયો હતો. જ્યાં મોબાઈલમાં ધમકાવીને એક વીડિયો બનાવેલ જેમાં યુવાન પાસે મોઢામાં ચપ્પલ લેવડાવી અપમાનિત કરતો વીડિયો બનાવી લીધો હતો.

પોલીસ ફરિયાદ : યુવકે બાદમાં આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત સુધીરભાઈ ભગલાણી, ક્રીશ મેરજા, ડી.ડી.રબારી અને પ્રિત વડસોલાની પોલીસે ધરપકડ કરી હતી. જેમાંથી ડી.ડી.રબારી જામીન અરજી અગાઉ મંજુર થઈ હતી. તો અન્ય છ આરોપીઓના તારીખ 1 સુધીના રિમાન્ડ પણ મંજુર થયા હતા. રિમાન્ડ બાદ છ આરોપીઓને જેલ હવાલે કર્યા હતા. છ આરોપીઓએ મોરબી સ્પેશિયલ એસ્ટ્રોસિટી કોર્ટેમાં જામીન અરજી મુકી હતી. જેમાં કોર્ટે દ્વારા આજે જામીન અરજી રદ કરવામાં આવી છે.

  1. મોરબીમાં માલિકની મનમાની વધુ એક કિસ્સો, પગાર માંગતા કર્મચારી સાથે અમાનવીય વ્યવહાર કરી ઢોર માર માર્યો
  2. વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સામે તલવારથી કેક કાપ્યાનો વીડિયો અપલોડ કરતા ફરિયાદ નોધાઇ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details