મોરબીઃ ઝીંઝુડા ગામમાંથી ATS ટીમે 600 કરોડ જેટલી કિમતનું ડ્રગ્સ (Morbi Drugs Case) ઝડપી હતું. ત્યારે આ ડ્રગ્સ કેસમાં અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ પ્રકરણમાં મુખ્ય સુત્રધાર (Accused in the Morbi Drugs Case) ઇશા રાવ નામનો શખ્સ હજુ ફરાર છે. ઈશા રાવનો પુત્ર હુશેનનો પણ ડ્રગ્સ કેસમાં સમાવેશ છે. ત્યારે આરોપી હુશેન ઇશા રાવ દ્વારા રેગ્યુલર જામીન મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. જે અરજીની આજે મોરબી ડિસ્ટ્રિક કોર્ટમાં સુનાવણી થતા સરકારી વકીલ વીસી જાનીની દલીલોને ધ્યાને લઈને જજ એડી ઓઝાએ આરોપીની જામીન અરજી ફગાવી દીધી જામીન નામંજૂર કર્યા છે.
આ પણ વાંચોઃ મોરબી ડ્રગ્સ કેસમાં 3 આરોપીના નોંધનીય 12 દિવસના રિમાન્ડ, મકાનમાં જથ્થો રાખવાના અપાતા હતા 5 લાખ