- મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઓરડીમાં સ્ત્રી અને પુરુષના Suspected death
- પોલીસે મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડ્યાં
- ઘરનો દરવાજો આજે ન ખુલતાં સગાંને બોલાવી દરવાજો ખોલતાં બનાવ સામે આવ્યો
મોરબીઃ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સામાકાંઠે સર્કીટ હાઉસ નજીક એક ઓરડીમાં રહેતા સ્ત્રી અને પુરુષના મૃતદેહ ( Suspected death ) મળી આવ્યાં હતાં. અનિલ ગાંડુભાઈ રાઠોડ અને લલીતાબેન નામના સ્ત્રી પુરુષ અહી ભાડે રહેતાં હતાં. આજે દરવાજો નહીં ખુલતાં મકાન માલિકે સગાંને બોલાવ્યાં હતાં અને ઓરડી ખોલતાં બંનેના મૃતદેહ મળી આવ્યાં હતાં. આ બનાવથી આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે વધુમાંથી સૂત્રોમાંથી મળતી વિગત મુજબ બને છેલ્લા છ મહિનાથી આ ઓરડીમાં ભાડે રહેતાં હતાં. ક્યાં કારણોસર આ બનાવ બન્યો છે ( Suspected death ) તેની વધુ તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે
આત્મહત્યા કે અન્ય બનાવ તે જાણી શકાયું નથી
જોકે બનાવ આત્મહત્યાનો છે કે અન્ય કંઈ તે સ્પષ્ટ થયું નથી. બનાવને પગલે બી ડીવીઝન ,પી.આઈ. વિરલ પટેલ , પી.એસ.આઈ. એ.એ.જાડેજા , મહિલા પીએસઆઈ વાઢીયા અને ફિરોઝભાઈ સુમરા તેમજ કિશનભાઈ સહિતનીની ટીમ દોડી ગઈ હતી મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડાયાં છે અને પોલીસે બનાવની નોંધ કરી Suspected death અંગે વધુ તપાસ ચલાવી છે.
આ પણ વાંચોઃ Gambling In Morbi : બે સ્થળે જુગારના દરોડા, 9 જુગારીઓની ધરપકડ
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઓરડીમાં સ્ત્રી અને પુરુષના Suspected death - મોરબી પોલીસ
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આજે એક ઓરડીમાં સ્ત્રી અને પુરુષના શંકાસ્પદ હાલતમાં મોત ( Suspected death ) થયાંનો બનાવ સામે આવ્યો છે. જે બનાવને પગલે મોરબી પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી બનાવની નોંધ કરી આગળ વધુ તપાસ ચલાવી છે.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઓરડીમાં સ્ત્રી અને પુરુષના Suspected death
આ પણ વાંચોઃ હળવદના રણમલપુરમાં હત્યા કરનાર આરોપી ઝડપાયો