મોરબી: લીલાપર રોડ પરની ફખરી સોસાયટીમાં ગેસનો બાટલો ફાટ્યો હતો. આ દુર્ઘટનામાં વ્હોરા દંપતી સહિત બાળકને ઇજા થઇ હતી. જેમણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દંપતીને સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે બાળકની હાલત હજૂ પણ નાજુક હોવાની માહિતી મળી છે.
મોરબી: મકાનમાં ગેસનો બાટલો ફાટતા દાઝેલા દંપતીનું સારવાર દરમિયાન મોત - મોરબી સિવિલ હોસ્પિટલ
મોરબીના લીલાપર રોડ પરની ફખરી સોસાયટીમાં ગેસનો બાટલો ફાટ્યો હતો. આ દુર્ઘટનામાં વ્હોરા દંપતી સહિત બાળકને ઇજા થઇ હતી. જેમણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દંપતીનું સારવાર દરમિયાન મોત થયું હતું.
મોરબીના લીલાપર રોડ પર આવેલી ફખરી સોસાયટીમાં રહેતા હુશેન મોહમ્મદ નગરીયાના મકાનમાં 11 સપ્ટેમ્બરે સવારે ગેસનો બાટલો ફાટ્યો હતો. ઘરમાં હાજર હુશેન મોહમ્મદ નગરીયા, તેમના પત્ની સકિના નગરીયા અને 6 વર્ષનું બાળક હસન એમ ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન હુશેન અને તેમના પત્ની સકિનાનું મોત થયું છે. જયારે છ વર્ષના બાળકની હાલત પણ નાજુક હોવાની માહિતી સુત્રો પાસેથી મળી છે.