મોરબી : ગુજરાતમાં ખરીફ પાકનાં આગોતરા વાવેતર ચાલુ થઈ ગયાં છે અને શરૂઆતનાં તબકકામાં હાલ કપાસ અને મગફળીનાં વાવેતર ચાલુ થયા છે. મગફળીનાં વાવેતરમાં ગત વર્ષની તુલનાએ વધારો જોવા મળ્યો છે. જ્યારે કપાસનું વાવેતર ઘટયુ છે. જિલ્લામાં ગત વર્ષે કપાસનું વાવેતર 1,86,000 હેક્ટર થયું હતું જયારે મગફળી પાકનું વાવેતર 41 હજાર હેકટરમાં જ થયું હતું.
મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે કપાસનું વાવેતર ઘટ્યું - Cotton cultivation in the district declined
રાજ્ય સહિત જિલ્લાનું આ વર્ષ કપરુ રહ્યું છે. રાજ્ય અને જિલ્લો હજુ સુધી કોરોનામાંથી ઉગર્યો નથી, ત્યાં ખેડૂતો માથે પણ માઠી બેઠી હોય તેવુ લાગી રહ્યું છે. ખેડૂતોને વાવેતર ચાલુ થતા મગફળીના વાવેતરમાં વધારો થતો જોવા મળ્યો છે જ્યારે કપાસમાં વાવેતરમાં ધટાડો નોંધાયો છે.
કપાસમાં છેલ્લે આવતી ગુલાબી ઈયળ અને આ વખતે કપાસ વેચવામાં ખેડુતોને ભારે તકલીફ પડી છે, નીચા ભાવે કપાસ વેચાતો હોવાથી તેમજ સિસિઆઇ એ ગ્રેડનો જ કપાસ ખરીદતી હોવાથી ખેડૂતોને માથે હાથ રાખી રોવાનો વારો આવ્યો છે. હાલમાં વાવેતર શરુ થયા છે તો ખેડૂત પાસે બિયારણ ખરીદવા માટે પૈસા નથી. જેથી કપાસ જે ભાવમાં વેચાય તે ભાવમાં વેચવા માટે ખેડૂત મજબૂર બન્યો છે.
ચાલુ વાવેતર સીઝન દરમિયાન મોરબી જિલ્લામાં કપાસનું વાવેતર અત્યાર સુધીમાં 800 હેકટરમાં થયું છે. તો અંદાજીત 80,000 હેકટરમાં જ વાવેતર થવાની શક્યતા રહેલી છે. તો ગત વર્ષે કપાસના ભાવ ૧૦૦૦ની આસપાસ મળતા આ વર્ષે માત્ર 800 રૂપિયા અથવા તો તેનાથી નીચા ભાવે કપાસના ભાવ રહ્યા હતા. જ્યારે મગફળી પાકનું વાવેતર વધવા પામ્યું છે. જેમાં હાલમાં વાવેતરની સીઝન દરમિયાન 1200 હેક્ટર જેટલુ વાવેતર થઇ ચુક્યું છે અને 1,00,000 હેક્ટરથી વધુ વાવેતર થવાની શક્યતા રહેલી છે