ગુજરાત

gujarat

ETV Bharat / state

​​​​​​​મોરબીમાં ગેસના ધાંધિયાથી રોષે ભરાયેલા ઉદ્યોગકારોએ કર્મચારીઓને બનાવ્યા બંધક - Gujarat Gas

​​​​​​​મોરબીઃ સિરામિક એકમોને ગેસ પૂરવઠો મળી રહે તેવા માટે ગુજરાત ગેસ કંપની દ્વારા 20 ટકાનો કાપ મુકવામાં આવ્યો અને તેનું પાલન ન કરતા સીરામીક એકમો સામે ગેસ કંપનીએ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં વધુ ગેસ ઉપયોગ કરતા સીરામીક એકમોનું ગેસ કંપની દ્વારા સપ્લાય રોકવામાં આવી છે. તેમજ રાત્રીના ગેસ કંપનીના કર્મચારીઓને ઉદ્યોગપતિઓએ બાનમાં લીધા અને પરિસ્થિતિ તંગ બન્યા બાદ કર્મચારીઓને છોડી દેવામાં આવ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

GSPC

By

Published : May 3, 2019, 11:44 AM IST

મળતી વિગત મુજબ, મોરબી સીરામીક ઉદ્યોગોમાં વપરાતા કોલગેસીફાયર ઉપર પ્રતિબંધ મુકાયા બાદ મોરબીના તમામ સીરામીક એકમો નેચરલ ગેસ વાપરતા થયા છે. ગેસની વધેલી માંગના કારણે ગેસના તંગી અને બાદમાં ગેસ કંપની સાથે સીરામીક એસોસિએશનની મળેલી બેઠકમાં તમામ સીરામીકએકમોના ગેસ વપરાશ ઉપર 20 ટકાનો કાપ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ નિર્ણય બાદ લિમીટ કરતા વધુ ગેસનો ઉપયોગ કરતા હોય તેવા સીરામીક એકમો સામે ગેસ કંપની દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં 12 થી 15 સીરામીક એકમો જેઓ 150 ટકા જેટલો ગેસ વાપરતા હોવાનું જણાતા તેને ગેસ સપ્લાય રોકવામાં આવી છે. તો 190 સીરામીક ફેકટરીઓ એવી હતી જ્યાં 105 ટકાથી વધુ ગેસનો ઉપયોગ થતો હોવાથી. આ તમામ સીરામીક એકમોને વોર્નિંગ આપવામાં આવી છે. જો વધુ ગેસનો ઉપયોગ કરશે તો તેની સામે પણ આકરા પગલા લેવામાં આવશે, તેમ ગેસ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું.

ગુજરાત ગેસ દ્વારા 20 ટકાનો કાપ મુકી દેવામાં આવતા ઉધોગકારો રોષે ભરાયા હતા. બુધવારે રાત્રીના સમયે ફેકટરીમાં પૂરતું પ્રેસર ન મળતું હોવાનું બહાનું કાઢીને ગેસ કંપનીની ઈમરજન્સી ટીમને બોલાવામમાં આવી અને તેને બંધક બનાવી હતી. બાદમાં છોડી દેવામાં આવ્યા હતા, પરંતુ આ બનાવની ગંભીર નોંધ લઈને મોરબી સિરામિક એસોસિએશનને પત્ર પાઠવી ઉધોગકારોને આવું ન કરવા માટે જણાવ્યું છે.

ઇમરજન્સી સ્ટાફને બંધક બનાવવમાં આવતા બીજા ગ્રાહકોની ફરિયાદનો નિકાલ થઈ શક્યો ન હોવાની જણાવી આવા કૃત્ય બદલ હવે ગુજરાત ગેસ કંપની કડક પગલા ભરવા મજબૂર બનશે તેવું સ્પષ્ટપણે જણાવ્યું હતું. ગુજરાત ગેસ કંપનીની ઇમરજન્સી ટીમને સહકાર આપવા સૂચન કર્યું હતું. ગેસ કંપની દ્વારા લાંબાગાળાના આયોજન સાથે નવી લાઈન કામગીરી ચાલુ જ છે. થોડા દિવસોમાં ગેસની સમસ્યાનું નિરાકરણ આવી જશે તેમ ગેસ કંપનીના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details