ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેરમાં કોરોનાના વધતા કેસને ધ્યાને લઈને પ્રભારી સચિવે લીધી મુલાકાત - Visit of the Secretary in charge in view of the growing cases of Corona in Wankaner

વાંકાનેરમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે વધી રહેલા કેસની સ્થિતિનો તાગ મેળવવા પ્રભારી સચિવે અહીંની બીજી વખત આકસ્મિક મુલાકાત લીધી હતી અને કન્ટેનમેન્ટ ઝોનની મુલાકાત લેવા ઉપરાંત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.

વાંકાનેરમાં કોરોનાના વધતા કેસને ધ્યાને લઈને પ્રભારી સચિવની મુલાકાત
વાંકાનેરમાં કોરોનાના વધતા કેસને ધ્યાને લઈને પ્રભારી સચિવની મુલાકાત

By

Published : Sep 6, 2020, 3:36 PM IST

મોરબીઃ જિલ્લાના વાંકાનેરમાં કોરોનાની વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવા જિલ્લાના પ્રભારી સચિવ મનીષા ચંદ્રાએ બીજી વખત વાંકાનેરની આકસ્મિક મુલાકાત લીધી હતી. જેને પગલે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. વાંકાનેર તાલુકામાં કોરોનાના કુલ 112 કેસ નોંધાયા છે. જેમાં 29 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. જયારે 74 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. તાલુકામાં કુલ 9 દર્દીઓના મોત થયા છે.

મોરબીના જિલ્લા પ્રભારી સચિવે શહેરના કન્ટેનમેન્ટ ઝોનની મુલાકાત લઈને દર્દીના પરિવારજનો પાસેથી કઈ દવાઓ આપવામાં આવે છે, કેવી આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થાય છે, તે સહિતની માહિતી મેળવી હતી. ઉપરાંત સ્થાનિક આરોગ્ય વિભાગ અને પ્રાંત અધિકારીને સમયાંતરે કંટેનમેન્ટ ઝોનની વિઝિટ કરવા પણ સૂચન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details