- સરકાર દ્વારા કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇ પ્રયાસો
- સમગ્ર રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કોરોના ડ્રાયવનું આયોજન
- હડમતીયા કન્યાશાળામાં વેક્સિન ડ્રાય રન આયોજન
મોરબીઃ કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇ હાલ સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે સમગ્ર રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કોરોના ડ્રાયવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી મોરબી જિલ્લામાં પણ પાંચ અલગ-અલગ જગ્યાએ ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબીમાં કોરોના વેક્સિનની ડ્રાયરનનું આયોજન કરાયું કોરોના વેક્સિનની ડ્રાયર
ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલી કન્યાશાળામાં જે વેક્સિન ડ્રાય રન આયોજન કરવામાં આવ્યું હતું. તે ડ્રાયમાં જિલ્લા કલેક્ટર જે બી પટેલ સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા અને કઈ રીતના આવે આ કોરોના વેક્સિન વ્યક્તિને આપવામાં આવશે. તેને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જો કોઈ ક્ષતિ હોય તો ભવિષ્યમાં કેવી રીતે સુધારી શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.