મોરબી: મોરબી ઉદ્યોગ નગરી તરીકે ઓળખાય છે. જેમાં દેશ વિદેશમાં વેપાર માટે લોકો જતા હોય છે. ત્યારે વિયેતનામથી પરત ફરીને આવેલા એક વ્યક્તિમાં શંકાસ્પદ કેસ લાગતા તરત જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. તે વ્યક્તિના સેમ્પલ લઈ જામનગર મોકલવામાં આવ્યા હતા. પણ તે શંકાસ્પદ દર્દી પોતાના સેમ્પલ આપી આઇસોલેશન વિભાગમાં દાખલ થયા વગર રવાના થયો હતો. તો સરકારી હોસ્પિટલ તંત્રએ પણ માત્ર સેમ્પલ લઈ સેમ્પલ ને જામનગર ખાતે મોકલી દર્દીને જવા દીધો હતો.
કોરોનાને લઇ મોરબીમાં હોસ્પિટલની બેદરકારી સામે આવી - મોરબીમાં પણ એક વ્યક્તિમાં શંકાસ્પદ લક્ષણ
વિશ્વભરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે મોરબીમાં પણ એક વ્યક્તિમાં શંકાસ્પદ લક્ષણ જોવા મળતા તેને રિપોર્ટ કરવા મોકલવામાં આવ્યો હતો. જયારે દર્દી હોસ્પિટલમાં દાખલ થવાના બદલે ઘરે જતો રહ્યો હોવાથી હોસ્પિટલની બેદરકારી સામે આવી હતી. આ વાતની જાણ થતા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. તેમજ તે દર્દીને ફરી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી.
મોરબી
જયારે એકેડેમિક એકટ હેઠળ કોઈ શંકાસ્પદ દર્દી જણાય તો તેને ફરજીયાત આઇસોલેશન વિભાગમાં દાખલ રાખવાનો આદેશ હોવા છતાં હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે આવી હતી. જેથી હોસ્પિટલની બેદરકારી સામે આવતા હાહાકર મચી ગયો હતો. બીજી બાજુ આ વાત જિલ્લા કલેકટર સામે આવતા જિલ્લા વિકાસ અધિકારી, અધિક કલેકટર, પોલીસ ટીમ સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. જેમાં તે દર્દીને ઘરેથી લાવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.