- હળવદ તાલુકાના ચરાડવા ગામે વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
- આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું
- હાલ દર્દી રાજકોટ હોસ્પિટલમાં સારવાર હેઠળ
મોરબી: હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા 54 વર્ષના વૃધ્ધના ગઈકાલે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સેમ્પલ લેવામા આવ્યા હતા. જેમાં તેનો રીપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. મોરબી આરોગ્ય વિભાગની ટીમ ચરાડવા ગામે દોડી જઈને કામગીરી હાથ ધરી છે.