ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેરના ખેરવામાં યુવાનને થયો કોરોના, આરોગ્ય તંત્ર દોડતું

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ખેરવા ગામે એક યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે આરોગ્ય તંત્ર દોડતું થયું હતું.

વાંકાનેરમાં કોરોના
વાંકાનેરમાં કોરોના

By

Published : Jun 17, 2020, 11:07 PM IST

મોરબીઃ જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. જ્યારે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. વાંકાનેરના ખેરવા ગામના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવાન અમદાવાદથી આવ્યો હોવાની માહિતી મળી રહી છે.

ખેરવા ગામે યુવાનને કોરોના પોઝિટિવ

મોરબીમાં મંગળવાર અમદાવાદ ખાતે સારવારમાં રહેલા વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બુધવારે વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. વાંકાનેરના ખેરવા ગામના 32 વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ આ યુવકને રાજકોટ સિવિલમાં સારવાર માટે દાખલ કરાયો છે.

કોરોના પોઝિટિવ યુવાન 4 દિવસ પૂર્વે અમદાવાદથી પોતાના ગામ પરત આવ્યો હોવાની માહિતી આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત થઇ છે. આરોગ્ય વિભાગે કન્ટેનમેન્ટ ઝોન કરી આગળની કામગીરી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details