મોરબીઃ મોરબીના સરકારી કોરોના કેર સેન્ટરમાંથી લૂંટના ગુનામાં ઝડપાયેલો કોરોના પોઝિટિવ આરોપી ફરાર થઈ ગયો. ટંકારા પંથકમાં લૂંટ પ્રકરણમાં એમપીમાં ઝડપાયેલા આરોપીની મોરબી કોર્ટમાં મુદત હોવાથી એમપી પોલીસ મોરબી લઈને આવી હતી, જ્યાં તેનો કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી મોરબીના ઘૂટું નજીક પોલિટેક્નિક કોલેજમાં બનાવેલા સરકારી કોરોના કેર સેન્ટર ખાતે તેને રાખવામાં આવ્યો હતો, પરંતુ આરોપી વહેલી સવારે ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
મોરબીમાં લૂંટનો કોરોના પોઝિટિવ આરોપી કોવિડ કેર સેન્ટરમાંથી ફરાર - accused of robbery
મોરબીના સરકારી કોરોના કેર સેન્ટરમાંથી લૂંટના ગુનામાં ઝડપાયેલો કોરોના પોઝિટિવ આરોપી ફરાર થઈ ગયો. ટંકારા પંથકમાં લૂંટ પ્રકરણમાં એમપીમાં ઝડપાયેલા આરોપીની મોરબી કોર્ટમાં મુદત હોવાથી એમપી પોલીસ મોરબી લઈને આવી હતી, જ્યાં તેનો કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી મોરબીના ઘૂટું નજીક પોલિટેક્નિક કોલેજમાં બનાવેલા સરકારી કોરોના કેર સેન્ટર ખાતે તેને રાખવામાં આવ્યો હતો, પરંતુ આરોપી વહેલી સવારે ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
મળતી વિગતો મુજબ, મોરબી જિલ્લામાં લૂંટના ગુનામાં મધ્યપ્રદેશનો રહેવાસી અનિલ સોબત બાંભણીયા નામનો ઈસમ એમપીથી ઝડપાયો હતો અને આરોપીની મોરબી કોર્ટમાં મુદત હોવાથી આરોપીને મોરબી લાવવામાં આવ્યો હતો. જોકે કોર્ટમાં જતા પૂર્વે આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવાથી આરોપીને મોરબી નજીકના ઘુંટુ ગામ પાસે બનાવવામાં આવેલ કોરોના કેર સેન્ટરની અંદર મૂકવામાં આવ્યો હતો અને ત્યાં પોલીસ બંદોબસ્ત પણ રાખ્યો હતો છતાં વહેલી સવારે સાડા ચારથી છ વાગ્યે આરોપી કોરોના કેર સેન્ટરમાંથી નાસી જવામાં સફળ રહ્યો હતો. સરકારી કોરોના કેર સેન્ટરમાંથી આરોપી ફરાર થઈ જવાથી વહેલી સવારમાં પોલીસ વિભાગમાં દોડધામ મચી હતી અને પોલીસની ટીમોએ કોરોના કેર સેન્ટર પાછળ આવેલ સોસાયટીઓમાં તપાસ આદરી હતી. જોકે આરોપીનો બપોર સુધી પત્તો લાગ્યો ન હતો તો આરોપીને ઝડપી લેવા પોલીસ ટીમો સતત દોડધામ કરી રહી છે તો કોરોના કેર સેન્ટર ખાતે લૂંટના ગુનાના આરોપીને રાખવામાં આવ્યો હોય અને પોલીસ બંદોબસ્ત છતાં આરોપી નાસી જવામાં સફળ રહેતા પોલીસ કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.