- મોરબીમાં લગ્નના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ મુશ્કેલીમાં
- કોરોના મહામારીએ અનેક લોકોની રોજી રોટી છીનવી લીધી
- લગ્ન સમારોહની ઉજવણીથી અનેક લોકોને મળે છે રોજીરોટી
મોરબી : કોરોના મહામારીએ આમ તો દેશમાં અનેક લોકોની રોજી રોટી છીનવી લીધી છે. એમાં પણ કેટલાક એવા ધંધાર્થીઓ છે. જેના વેપાર ધંધા સાવ ઠપ થઈ ગયા છે અને એક રૂપિયાની આવક પણ તેમની પાસે નથી. હા આપણે અહીં વાત કરીએ છીએ લગ્નના કામકાજ સાથે જોડાયેલા વેપારીઓની ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એક ઉત્સવ જેમ ઉજવવામાં આવતા હોય છે. જે લગ્ન સમારોહની ઉજવણીથી અનેક લોકોને રોજીરોટી મળતી હોય છે. જોકે કોરોના મહામારીને પગલે સતત બીજા વર્ષની સીઝન ફેલ ગઈ છે અને લગ્ન સમારોહના વ્યવસાય સાથે જોડાયેલા કેટરિંગ, મંડપ સર્વિસ, ફોટોગ્રાફર અને ઓરકેસ્ટ્રા કલાકારો પાસે કોઈ કામ નથી અને તેઓ સતત બીજી સીઝનમાં ઘરે બેઠા છે. જેથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. કોરોના મહામારીએ મોરબીના ઓરકેસ્ટ્રા કલાકારોથી લઈને કેટરિંગ વ્યવસાયવાળાના હાલ કેવા બેહાલ કરી નાખ્યા છે.
કોરોના મહામારીના કારણે ફોટોગ્રાફી પર પણ લોકો કાપ મૂકે છે
ઇવેન્ટ મેનેજમેન્ટ વ્યવસાય બંધ થવાના આરે
કોરોના મહામારીને પગલે લગ્ન સમારોહમાં મર્યાદિત મહેમાનોની હાજરીમાં પ્રસંગ ઉજવવા સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે. જેથી લગ્ન સમારોહમાં ફોટોગ્રાફી કરીને પરિવારનું ગુજરાન ચાલતા ફોટોગ્રાફર પરેશાન છે. મોરબી ફોટોગ્રાફર એન્ડ વીડિયોગ્રાફી એસોસિએશનના ઉપપ્રમુખ વિનોદભાઈ પટેલ જણાવે છે કે, લગ્ન સમારોહ મર્યાદિત મહેમાનોની હાજરીમાં કરવામાં આવતા હોય છે અને બહુ ધામધૂમ કરાતી નથી. જેથી ફોટોગ્રાફી પર લોકો કાપ મૂકી દે છે. જેથી ફોટોગ્રાફરો કામ વિના ઘરે બેસી રહ્યા છે. જ્યારે ઇવેન્ટ મેનેજર દીપેન ભિલા જણાવે છે કે, સરકારે 50 મહેમાનોની હાજરીમાં લગ્ન યોજવા નિયમો બનાવ્યા છે. જેથી ઇવેન્ટ મેનેજમેન્ટ વ્યવસાય ઠપ થયો છે. હજારો લોકો આ કામ સાથે જોડાયેલા છે, જે નવરા થયા છે અને આવકના નામે તેમની પાસે કઈ પણ બચ્યું નથી. જેથી સરકાર મહેમાનોની સંખ્યામાં વધારો કરે અને રાત્રીના પણ લગ્નની મંજૂરી આપે તો અનેક લોકોને રોજીરોટી મળી શકે તેમ છે.
મયાર્દિત સમયમાં મહેમાનોની હાજરીથી ઓરકેસ્ટ્રા કલાકારોની પરિસ્થિતિ વિકટ બની
કોરોના કારણે સીઝન ફેલ ગઈ, સરકાર થોડી છૂટછાટ આપે