ગુજરાત

gujarat

ETV Bharat / state

Corona In Morbi Navyug School : શાળાનો એક વિદ્યાર્થી પોઝિટિવ આવતાં 119 વિદ્યાર્થીઓ અને સ્ટાફના સેમ્પલ લેવાયાં - મોરબીની નવયુગ શાળામાં કોરોના

મોરબીમાં બે કોરોના દર્દીઓ પૈકી એક નવયુગ વિદ્યાલયનો વિદ્યાર્થી છે. મોરબીની આ શાળામાં 119 વિદ્યાર્થી સહિત સ્ટાફના સેમ્પલ (Corona In Morbi Navyug School) લેવામાં આવ્યાં છે. મંગળવારે એકસાથે બે નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો હતો.

Corona In Morbi Navyug School : શાળાનો એક વિદ્યાર્થી પોઝિટિવ આવતાં 119 વિદ્યાર્થીઓ અને સ્ટાફના સેમ્પલ લેવાયાં
Corona In Morbi Navyug School : શાળાનો એક વિદ્યાર્થી પોઝિટિવ આવતાં 119 વિદ્યાર્થીઓ અને સ્ટાફના સેમ્પલ લેવાયાં

By

Published : Dec 29, 2021, 7:36 PM IST

મોરબીઃ મોરબીની નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરતો 16 વર્ષનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ વિદ્યાર્થી શાળાએ જતો હોવાથી અન્ય વિદ્યાર્થીઓમાં (Corona In Morbi Navyug School) સંક્રમણ ફેલાવાના જોખમને લઇ આરોગ્ય તંત્રએ શાળામાં વિવિધ કામગીરી શરુ કરી છે. જેમાં આરોગ્ય વિભાગના અધિકારી ડો. વારેવડીયાના જણાવ્યા અનુસાર નવયુગમાં ધો. 12 સાયન્સના 119 વિદ્યાર્થીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. તે ઉપરાંત સ્ટાફના પણ રીપોર્ટ (Corona Update in Morbi 2021) કરવામાં આવ્યા છે. શાળામાં સેનેટાઈઝર સહિતની કામગીરી કરવામાં આવશે.

શાળાના 119 વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ટેસ્ટ કરાયાં છે

આ પણ વાંચોઃ Rajkot School Corona Cases: સ્કૂલવાનમાં ઘેટાં-બકરાની જેમ વિદ્યાર્થીઓને ભરતા રાજકોટ RTOની કાર્યવાહી

7 દિવસ માટે શાળા બંધ કરવામાં આવી

દિવાળી સુધી કોરોના કેસોમાં રાહત જોવા મળી હતી. જોકે બાદમાં એકલદોકલ કોરોના કેસો નોંધાઈ રહ્યાં છે અને છેલ્લે એકપણ એક્ટીવ કેસ ન હતો. તો મંગળવારે એકસાથે બે દર્દીના રીપોર્ટ પોઝિટિવ આવતા (Corona Update in Morbi 2021) આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે અને કોરોના સંક્રમણ ફેલાતું રોકવા તમામ પગલા ભરવામાં આવી રહ્યા છે. શાળાના શિક્ષક વિમલભાઈ કોટેચાએ (Corona In Morbi Navyug School) જણાવ્યું હતું કે શાળામાં વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવતા શાળાને 7 દિવસ માટે બંધ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ Corona Case in Gujarat : બાળકો સંક્રમિત થયા પછી પણ DEO કચેરી પાસે સ્કૂલોમાં કેટલા શિક્ષકોઓએ વેક્સિનના બે ડોઝ લીધા છે તેની વિગતો નથી

ABOUT THE AUTHOR

...view details