ગુજરાત

gujarat

By

Published : Apr 6, 2020, 12:13 PM IST

ETV Bharat / state

મોરબીમાં કોરોનાનો પોઝિટિવ કેસના પગલે 2 એપાર્ટમેન્ટને કરાયા ક્વોરેન્ટાઇન

મોરબીમાં પ્રથમ પોઝિટિવ કેસ આવતા તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે અને આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. જેથી ઉમા ટાઉનશીપના બે એપાર્ટમેન્ટના લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

મોરબીમાં કોરોનાનો પોઝીટીવ કેસ આવ્યો સામે
મોરબીમાં કોરોનાનો પોઝીટીવ કેસ આવ્યો સામે

મોરબીઃ ઉમા ટાઉનશીપના રહેવાસી 52 વર્ષીય વ્યક્તિને કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તાકીદની બેઠક યોજાઈ હતી.

જિલ્લા કલેક્ટર જે. બી. પટેલ અને આરોગ્ય અધિકારી ડૉ. જે. એમ કતીરાની બેઠક મળી હતી અને તુરંત એક્શન લેવાની ચર્ચા કરાઈ હતી, જે બેઠક બાદ તંત્રએ તુરંત એક્શન લીધી હતી.

કોરોના પોઝિટિવ વ્યક્તિ મોરબીના ઉમા ટાઉનશીપના રહેવાસી છે. જેથી આરોગ્ય તંત્ર ટીમે ઉમા ટાઉનશીપ ખાતે આવેલા ગીતાંજલિ એપાર્ટમેન્ટ અને તેની બાજુમાં આવેલા વૈભવ પરિસરને હોમ ક્વોરેન્ટાઇન કર્યો છે. તો આધેડના પત્નીને મોરબી આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તેના સેમ્પલ લઇ જામનગર ખાતે મોકલવામાં આવ્યા છે.

2 એપાર્ટમેન્ટન લોકોને કોરેન્ટાઇન કરાયા બાદ તેની આરોગ્યની તપાસણી ચાલુ થઇ ગઈ છે અને બંને એપાર્ટમેન્ટના લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. તો અન્ય એપાર્ટમેન્ટના લોકોની પણ સાવચેતીના ભાગરૂપે આરોગ્યની તપાસણી કરવામાં આવશે, તેમજ આધેડના મોબાઈલ નંબર મેળવી તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી છે કે, નહિ... તે પણ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે, તેમ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ.કતીરાએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details