મોરબીઃ જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં કોરોનાનુ વધતું સંક્રમણ જોવા મળી રહ્યો છે, ત્યારે ગ્રામજનો જાગૃતતા દાખવીને લોકડાઉન અને આંશિક લોકડાઉનના નિર્ણયો લઇ રહ્યાં છે. જેમાં હળવદના જૂના દેવળિયા ગામમાં દુકાનો અડધો દિવસ જ ખુલ્લી રાખવા નિર્ણય લેવાયો છે. આ સાથે માળિયા મામલતદાર કચેરી પણ 25 તારીખ સુધી બંધ રાખવામાં આવી છે.
મળતી માહિતી મુજબ હળવદના જૂના દેવળિયા ગામના સરપંચે તમામ ગ્રામજનો જોગ યાદીમાં જણાવ્યું છે કે, ગામમાં કોરોના પોઝિટિવ કેસ વધારે છે અને ઝડપથી ફેલાવો થઇ રહ્યો છે. જેથી આરોગ્ય વિભાગની સુચનાને ધ્યાનમાં લઈને સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો છે. તેમજ કોઈપણ વ્યક્તિને કોરોના પોઝિટિવ આવે તો ગ્રામ પંચાયત અથવા સરકારી હોસ્પિટલને જાણ કરવી સાથે જ 14 દિવસ હોમ ક્વોરેન્ટાઇન રહવું તેવી સુચના આપવામાં આવી છે.