મોરબી: તાજેતરમાં ધાણાના 20 કિલોના 800 રૂપિયાથી 1200 સુધીનો ભાવ મળી રહ્યો છે, જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોનો મેળાવડો જોવા મળી રહ્યો છે.
હળવદ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક 27 હજાર મણથી વધુ - હળવદના તાજા સમાચાર
હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે મોટી સંખ્યામાંથી ખેડૂતો પોતાની જણસી લઈને આવી રહ્યા છે, ત્યારે માર્કેટિંગ યાર્ડમાં 27 હજાર મણથી વધુ ધાણાની આવક થઇ છે. આ સાથે જ જીરાની પણ મોટા પ્રમાણમાં આવક શરૂ થતાં વાહનોની લાંબી કતારો જોવા મળી રહીં છે.
હળવદ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક 27 હજાર મણથી વધુ થઇ
માર્કેટિંગ યાર્ડના ચેરમેને જણાવ્યું હતું કે, ખેડૂતોની ખેત પેદાશની સારી કિંમત મળી રહે અને સમયસર માલનો વધારેમાં વધારે નિકાલ થાય તે અંગે તકેદારી રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ખેડૂતોને કોઈપણ જાતની તકલીફ ન પડે, તે માટે હળવદ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી મહેશ પટેલ અને સ્ટાફ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
Last Updated : Mar 17, 2020, 12:07 PM IST