- લલિત કગથરા થયા છે કોરોના સંક્રમિત
- PPE કીટ પહેરી મતદાન માટે પહોંચ્યા
- લોકોના જીવને જોખમમાં મૂકી આ રીતે ન ફરવું : મોહન કુંડારિયા
મોરબી: માર્કેટિંગ યાર્ડની બુધવાર ચૂંટણી યોજાઈ છે. ત્યારે યાર્ડની ચૂંંટણીના ઉમેદવાર લલીતભાઈ કગથરા કોરોના સંક્રમિત હોવા છતાં PPE કીટ પહેરીને મતદાન કરવા પહોંચ્યા હતાં. જેથી રાજકારણ ગરમાયું હતું. મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં સહકાર પેનલમાંથી યાર્ડના વર્તમાન ચેરમેન મગનભાઈ વડાવીયા અને ખેડૂત પરિવર્તન પેનલમાંથી ટંકારાના ધારાસભ્ય લલીતભાઈ કગથરા વચ્ચે સીધી ફાઈટ છે.
યાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકમાં 21 ઉમેદવારો અને 1,470 મતદારો
યાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકમાં 21 ઉમેદવારો અને 1,470 મતદારો છે. જ્યારે વેપારી મંડળીમાં 8 ઉમેદવારો અને 144 મતદારો છે. જ્યારે વહીવટી મંડળીમાં 3 ઉમેદવારો અને 35 મતદારો માર્કેટિંગ યાર્ડ ખાતે મતદાન કરી રહ્યા છે. સવારે 9થી સાંજે 5 સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. જેનું પરિણામ 1 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવશે.