નવા મોબાઇલમાં ખામી નીકળતા LG કંપનીને વ્યાજ સાથે વળતર ચૂકવવા ગ્રાહક સુરક્ષા ફોરમ નો આદેશ
મોરબીઃ શહેરમાં એક યુવાને LG કંપનીનો મોબાઈલની ખરીદી કરી હતી. આ ફોન ડીફેકટ હોવાથી તે અંગે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી હતી. જેને પગલે ગ્રાહક સુરક્ષા ફોરમે LG કંપનીને વ્યાજ સાથે વળતર ચૂકવવા આદેશ કર્યો છે.
મોરબીના યજ્ઞેશભાઈ વરમોરાએ 38,700ની કિમતનો LG કંપનીનો મોબાઈલ ખરીદ્યો હતો. જો કે, ફોનમાં ખામી જણાતા તેને મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફત ગ્રાહક તકરાર નિવારણમાં અરજી કરી હતી. જેને પગલે ગ્રાહક તકરાર નિવારણ ફોરમે ગ્રાહકના હક્કમાં ચુકાદો આપીને યજ્ઞેશ વરમોરાને 6 ટકા વ્યાજ સાથે રકમ ચુકવવા આદેશ કર્યો છે. મોરબીમાં અનેક ગ્રાહક જાગૃતિ સેમીનાર યોજાય છે, ત્યારે ગ્રાહક પોતાના હક્ક માટે જાગૃત બને તેવી અપીલ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ કરી છે.